• દુનિયામાં ઘણા માતા-પિતા એવા હોય છે જેને વૃદ્ધાવસ્થામાં કોઈ ટેકો આપતું નથી. અથવા તો બાળકો આપવા માંગતા નથી. આવા વૃદ્ધ લોકો ખૂબ જ મુશ્કેલી ભરેલું જીવન જીવે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતના સુરતના અલથાણમાં રહેતા આ બે ભાઈઓ આવા લોકોને મદદ કરે છે. 
  • આ બંને ભાઈઓ ના નામ ગૌરાંગ સુખડિયા અને હિમાંશુ સુખડિયા છે. તમને જણાવી દઈએ કે આ બંને ભાઈઓ 2016 થી 17 અસહાય વૃદ્ધ માતા-પિતાને ખવડાવે છે. તેનો કોઈ પણ ચાર્જ લોકો નથી. તે તેમને ખોરાક ઉપરાંત આરોગ્ય ની સેવાઓ, સારવાર તથા અન્ય આવશ્યકત સેવાઓ પણ પુરી પાડે છે.
  • એક દિવસ કારના અકસ્માત દરમિયાન તેમના પિતાને ગુમાવ્યા. આ અકસ્માત સમયે કારમાં તેના પિતા અને ગૌરાંગ હતા. અકસ્માતમાં તેના પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે અકસ્માતમાં ગૌરાંગ બચી ગયો. તે તેના પિતા માટે ખાસ કે કરી શક્યો નહિ. 
  • ત્યાર પછી તેને વિચાર કર્યો હું મારા પિતા માટે કઈ કરી શક્યો નહિ. પરંતુ નિસહાય માતાપિતા ચોક્કસપણે હું મદદ કરીશ. તેણે વૃદ્ધ અને નિરાધાર માતાપિતાને ઘરે ટિફિન પોંહચાડવાનું શરૂ કર્યું.
  • આ બંને ભાઈઓ કેટરિંગની દુકાન ચલાવે છે. અને સંપત્તિના રોકાણો પણ કરે છે. શરૂઆતમાં તેને આ સુવિધા ચાલુ કરી ત્યારે 40 વડીલો ને ટિફિન પોંહચાડતો હતો. 
  • ત્યાર પછી ધીરે ધીરે સંખ્યા વધારો થયો હાલમાં 170 માતા-પિતા ને ટિફિન પોંહચાડે છે. તે ટિફિન પોંહચાડવામાં કોઈ દિવસ રજા પાડતા નથી. આ ઉપરાંત તેની પાસે એક ટિમ છે તે લોકોને ટિફિન પોંહચાડે છે. 
  • આ સેવાના કામમાં દર મહિને 1 લાખ 70 હજાર રૂપિયા નો ખર્ચ થાય છે. તેમ છતાં તેણે ક્યારેય કોઈની પાસે મદદ માટે આજીજી કરી નથી. આ બંને ભાઈઓ કહે છે કે કેટલીકવાર લોકો જાતે જ મદદ કરવા માટે આવે છે.
  • ગૌરાંગ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે જયારે બાળક તેના માતાપિતાને છોડે છે. આ એક ખુબજ દુઃખ દાયક ઘટના બને છે. હું તેમનું દુઃખ દૂર નથી કરી શકતો પરંતુ મદદ તો કરી શકું છું. આ કારણોના લીધે અમે મદદ કરીયે છીએ. 
  • આ ઉપરાંત ક્યારેક તેઓ જાતે જ તેની મુલાકાત લેવા જાય છે. અને વાતચીત પણ કરે છે. આ બંને ભાઈઓ ટિફિન ઉપરાંત, દવાઓની ગોળી, આંખના ચશ્મા અને અન્ય સારવારની પણ કાળજી લે છે. ગૌરાંગ ખુદ આ સમગ્ર કાર્ય પર નજર રાખે છે અને કાળજી લે છે.
  • ગૌરાંગે કહ્યું હતું કે ઘણી વાર એવું પણ બંને છે. હું આ વૃદ્ધ માતાપિતાની સેવા કરું છું. ત્યારે તેના બાળકો શરમથી જુકી જાય છે.અને તેઓ તેના માતાપિતાને સાથે લઈ જાય છે. આ બંને ભાઈઓ નું કાર્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે તેમને સલામ કરીએ છીએ.