આજના સમયમાં લોકો સ્કૂલ થી કોલેજ માં પ્રવેશ કરતા હોય છે. પરંતુ તેને જીવનમાં આગળ શું કરવું તે ગોલ નક્કી હોતો નથી. આજના સમયમાં યુવાવર્ગ દાચ સપના જોતા હશે પરંતુ પરિપૂર્ણ વિશે આયોજન ન કર્યું હોય.
જયારે આપણી ઉમર નાની હોય છે ત્યારે આપણું ધ્યાન રમતગમત પર વધારે હોય છે. ભવિષ્યમાં શું થશે અથવા આપણે શું કરી શક્યે તેનું કોઈ આયોજન હોતું નથી. ઘણા યુવાનો પણ બાળપણની જેમ ગેમ્સ રમી રહ્યા છે.
આજે અમે તમને બાળક વિષે જણાવી શું તેને ગેમ્સ રમવાનું પસંદ નથી. આ બાળકે કહ્યું હતું કે વિડિઓ ગેમ્સ રમવાથી તેને પૈસા મળતા નથી. તેથી તમારું ભવિષ્ય સુધારવા માંગતા હોવ તો યોજના બનાવવી પડશે.
આવા વિચારોથી આ બાળક સ્તા પર પેઇન્ટિંગ્સ બનાવે છે. અને તેને વેચે છે. આ પેઇન્ટિંગ્સ પત્થર પર બનાવવામાં આવી છે. આ પેઇન્ટિંગ ને સ્ટોન પેઇન્ટિંગ કહેવાય છે. આ બાળક આ કળામાં ખુબ જ હોંશિયાર છે.
તેને ઘણી બધી પેઇન્ટિંગ્સ બનાવી અને વેચી છે. તમેવિચારતા હશો કે આ બાળક તેની રોજની જરૂરિયાત માટે આ કામકરતો હશે. પરંતુ આ બાળકની વિચારસરણી કંઈક અલગ છે. આ બાળક કહે છે કે તેને આ પેઇન્ટિંગ્સ વેચીને જે પૈસા મેળવે છે
તેનાથી ભવિષ્યમાં એક મોટી રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. આ ઉપરાંત તે કહે છે તે મોટા થઈને એક ઉદ્યોગપતિ બનવા માંગે છે. આ બાળક તેની બચત પર ખુબ જ ધ્યાન આપે છે. તેનું સપનું છે કે તે 19 - 20 વર્ષનો થશે ત્યારે આ બચાવેલા પૈસાથી એક રેસ્ટોરન્ટ ખોલી શકે. આ તેની ભવિષ્યની યોજના છે.
આ બાળક જીવનમાં જે આગળ કરવા માંગે છે. તેમાં તેના માતાપિતાના પૈસા પર આધારિત નથી. આ બાળક આટલી નાની ઉંમરે થી આવા વિચાર ધરાવે છે.
બાળકે જણાવ્યું હતું કે જીવનમાં પૈસા જ મુખ્ય નથી. આપણે કેટલાક ઉમદા કાર્ય પણ કરવા જોઈએ. આ ઉપરાંત તે કહે છે કે હું જયારે મોટો ઉદ્યોગપતિ બનીશ. ત્યારે સમાજ ના કેટલાય સારા કામો પણ કરીશ.
આ બાળક ની વિચારસરણી અને દૃષ્ટિકોણ ખુબ જ આશ્ચર્યજનક છે. લોકોએ આ બાળક માંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ બાળક કેનેડાના ટોરોન્ટોનો રહેવાસી છે.
જયારે એક વ્યક્તિને આ બાળક વિશે ખબર પડી એટલે તેને એક વિડિઓ આ બાળકનો બનાવ્યો અને એક ઇન્ટરવ્યૂ લીધું. આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં ઉપલબ્ધ છે અને ઘણા લોકોએ આ વિડિઓ જોયો છે.
આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર લોકો આ વિડિઓ જોવે છે તો તેના ચાહકો બની જાય છે. લોકોએ આ બાળકની ખુબ જ પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે હું આ બાળકની અંદરની રહેલી ધગશ ને હું જોવ છું અને મને વિશ્વાસ છે
આ બાળક જીવનમાં ઘણો આગળ વધશે. આ ઉપરાંત એક વ્યક્તિએ લખ્યું હતું કે ભગવાન આ બાળકને આશીર્વાદ આપે અને મને વિશ્વાસ છે કે એક દિવસ આ બાળક તેના બધા સપના પૂરા કરશે. આ ઉપરાંત એક વ્યક્તિએ લખ્યું હતું કે મારે આ બાળકના માતાપિતાને મળવું છે. જેને આવા સારા સંસ્કારો આપ્યા છે.
0 Comments