• એક નાની છોકરીની સાચી મિત્ર તેની ઢીંગલી હોય છે. જો તેને તેનાથી દૂર કરવાની વાત કરવામાં આવે તો ઘરમાં હંગામો ચાલુ થઈ જાય છે. છોકરીઓ ને આવી નાની નાની વસ્તુઓ ખુબ જ પસંદ હોય છે.
  • નાની છોકરીઓને તેમની પ્રિય મિત્ર ઢીંગલી લાગે છે. જો તેને કઈ થાય તો તેની ઢીંગલી પણ બીમાર પડતી હોય છે. આવી જ એક ઘટના સામે આવી હતી. એક નાની છોકરી ને પગમાં પ્લાસ્ટર કરવાનું હતું. 
  • તે પ્લાસ્ટર કરવા નોતી દેતી અને રડતી હતી. આ નાની છોકરીને ઠીક કરવામાં, પેઇન કિલર કરતાં વધુ અસરકારક આ એક ઢીંગલી હતી.
  • ડોકટરો તેમના દર્દીની સારવાર કરવા માટે અવનવી ઘણી પદ્ધતિઓ અપનાવે છે. આ સમગ્ર ઘટના દિલ્હીની છે. દિલ્હીની લોક નાયક હોસ્પિટલના કેટલાક ડોકટરોને આવું કરવાની ફરજ પડી હતી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં 11 મહિનાની આ નાની બાળકીના આગ્રહ સામે નમવું પડ્યું હતું.
  • આ નાની છોકરી પલંગ પરથી પડી ગઈ હતી અનેતેના પગ માં અંદર તિરાડ પડી હતી. તેના પગને પ્લાસ્ટર ની જરૂર હતી. તે દરમિયાન ઢીંગલી ગોતવા લાગી.કોમલ નામ ની નાની છોકરીને ઈલાજ કરવા માટે દોરડું, સળિયા અને ઢીંગલીનો ઉપયોગ કરવો પડ્યો હતો.
  • હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીઓ રાખવા પડ્યા. એક હતી આ નાની છોકરી અને બીજી હતી તેની ઢીંગલી. ડોક્ટરોએ તેને ગેલોઝ ટ્રેક્શન પર મૂકવાનો નિર્ણય કર્યો છે. 2 વર્ષ થી નાના બાળકો માટે આવી ઘણી પદ્ધતિઓ અપનાવામાં આવે છે. 
  • બાળકોની કેટલીક જીદ અલગ અલગ હોય છે. 1 કિલો કરતા ઓછા વજનવાળા બાળકો ને ફેમર મટાડવામાં આવે છે.
  • કોમલ ની માતાને કહ્યું હતું કે તે હંમેશા ઘરમાં ધમાચકડી કરે છે. થોડી વાર પણ એક જગ્યા પર સરખી બેસતી નથી. હોસ્પિટલમાં તે પેલા દિવસ જ બેડ પર સુવા નોતી માંગતી. ડોક્ટરો એ તેને સ્થિર રહેવા કહ્યું હતું. પણ તે હલતી રહેતી હતી. 
  • ત્યાર પછી તેની માતાએ કીધું કે તેની નાની ઢીંગલી લાવો. ત્યાર પછી કોમલ ની બાજુમાં ઢીંગલી ને સુવડાવી અને આ આઈડિયા કામ કરી ગયો. તે પણ સ્થિર થઈ. 
  • કોમલ ના પિતાએ કહ્યું કે વોર્ડમાંના બધા લોકોએ કોમલ ને ઢીંગલી વાળી ગર્લ કહેવાનું શરૂ કર્યું છે. તેને હોસ્પિટલમાં 2 અઠવાડિયા થયા છે. અને હવે સ્વસ્થ થવામાં એક અઠવાડિયા લેશે. તેને લાગે છે કે મારી બાજુમાં કોઈ સૂતું છે. ઘરે તે હંમેશા આ ઢીંગલી ને તેની મિત્ર બનાવી રમતી રહેતી હતી.