• તમારા સારા નસીબ અને આરોગ્ય માટે જરૂરી છે કે ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય. ઘરનો દરેક ભાગ ખુબ જ અગત્યનો હોય છે. પરંતુ આપણે ઘણી વાર રસોડાને અવગણીએ છીએ. તે ઘરનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે. 
  • જો આપણા ઘર માં રસોડું સ્વચ્છ અને વ્યવસ્થિત ન હોય તો તેનાથી આપણા સ્વાસ્થ્ય પણ ખુબ ખરાબ અસર કરે છે. જો રસોડું ખોટા જગ્યા પર હોય, તો તેનાથી નકારાત્મક ઊર્જામાં વધે છે. આજે અમને તમને જણાવીશું રસોડાને ને સંબંધિત કેટલીક મહત્વની બાબતો
  • રસોડા ની દિવાલ નો રંગ નરમ રાખો. જેવો કે સફેદ, ક્રીમ, પીળો, નરમ લીલો. આ તમારી અંદર સકારાત્મક ઉર્જા માં વધારો કરે છે. લાલ અને નારંગી જેવા ડાર્ક રંગોનો ઉપયોગ ન કરવો. રસોડાની અંદર સખત રંગોનો ઉપયોગ ઘરની અંદર રહેલા લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
  • દરરોજ રસોડું સાફ કરો. રસોડામાં માલ અવ્યવસ્થિત નો રાખો તેનાથી આરોગ્યને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત, રસોડા ના પ્લેટફોર્મ અને ફ્રિજમાં સડેલા શાકભાજી નો રાખો અને વાસી ખોરાક પણ નો રાખવો જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને ખબર અસર થઈ શકે છે.
  • રસોડામાં તૂટેલી રકાબી, તૂટેલા કાચ, કપ અને પ્લેટો નો રાખવી જોઈએ તેનાથી દુર્ભાગ્ય માં વધારો થાય છે. આ ઉપરાંત તૂટેલા બરણીના તૂટેલા, હેન્ડલ્સ ને પણ બદલવા જોઈએ. તૂટેલા વાસણમાં મહેમાનોને ભોજન આપવામાં આવે તો તમારી બેડલક માં વધારો થાય છે.
  • હંમેશા ચોખા અને લોટ પ્લાસ્ટિકના ડબ્બા ને બદલે ધાતુના ડબ્બા માં રાખવો જોઈએ. ધાતુ થી સમૃદ્ધિ માં વધારો થાય છે. જ્યારે પ્લાસ્ટિકના ડબ્બા માં ખાદ્ય ચીજો કચરો હોય તેવું લાગે છે.
  • નળ માંથી બિનજરૂરી પાણી ટપકતું હોય તો તેને રીપેર કરાવો. બિનજરૂરી પાણીના ટપકવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.
  • ઘરમાં ડસ્ટબિન રોજ સાફ કરો અને તેને ઢાકી ને મૂકી દો. રસોડામાં દક્ષિણ અથવા પશ્ચિમ ઝોનમાં ડસ્ટબિન ન રાખવી જોઈએ.
  • આ છે વાસ્તુ શાસ્ત્ર ને લગતી રસોડાને અમુક ટિપ્સ જે તમને દરરોજ ઉપયોગ થઈ શકે છે.