• ભારતની અંદર આત્મહત્યાના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે. આજકાલ કોઈ ના કોઈ કારણોસર આત્મહત્યા કરી ના સમાચાર માલ્ટા હોય છે. લોકો સમસ્યાઓ નો સામનો કરવાને બદલે હાર માની લે છે આ ખોટી લોકો ની માનસિકતા છે.
  • કોઈ પણ સમસ્યાઓ નો સામનો કરવો જોઈએ. આત્મહત્યા સમસ્યાનું સમાધાન નથી. પરંતુ કેટલાક લોકો નાદાનીમાં એવું પગલી ભરી લે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનો છે. એક 18 વર્ષિય યુવતી આત્મહત્યા કરી લીધી છે. તેને મનમાં લાગતું હતું કે તે તેના માતાપિતાને ખુશ રાખી શકતી નથી.
  • 18 વર્ષનો બીલબુલ તેના પિતા સાથે બેતુલ જિલ્લામાં આખો પરિવાર રહે છે. રાત્રે આઠ વાગ્યા આસપાસ ઘરના બધા સભ્યો નીચે હતા ત્યારે આ યુવતી ઉપર રૂમ માં હતી.
  • આ યુવતીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. ઘરના સભ્યોને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
  • મળતી માહિતી મુજબ, જયારે પોલીસને આ વાતની જાણ તથા યુવતીના ડેડબોડી ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેના કપડાંની અંદર સ્યુસાઇડ નોટ હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટ માં લખ્યું હતું કે હું મારી માતા-પિતા ને ખુશ રાખી શકતી નથી. મારે કોઈ સાથે અફેર નથી.
  • આવું યુવતીએ લખ્યું હતું. તેને મનમાં એવું લાગતું હતું કે હું મારા માતા-પિતા ખુશ રાખવામાં સક્ષમ નથી. આના કારણે હું આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું.આ ઉપરાંત આ યુવતીએ એમ પણ જણાવ્યું હતું કે મારે કોઈ સાથે અફેર નથી. તેથી મારા મૃત્યુ પછી કોઈ કહે તો સાચું માનવું નહિ.
  • આ યુવતીએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તે તેના પિતાનો અનાજ અને મરચાં ના ધંધા માં સાથે હતી. 
  • મળતી માહિતી મુજબ, તેના પરિવારના લોકોએ કહ્યું હતું કે સ્યુસાઇડ નોટ માં અક્ષર બુલબુલના જ છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે અને આ સમગ્ર મામલાની તપાસ ચાલુ કરી છે.
  • સૌથી ગંભીર બાબત એ છે થોડા દિવસથી સોશ્યલ મીડિયા પર આપઘાત અને માનસિક સ્વાસ્થ્ય ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી હતી. ત્યાર પછી ટીકટોક સ્ટાર આવો ઘણા બનાવો બન્યા છે.
  • અમે તમને જણાવીએ છીએ કે કોઈ સમસ્યા હોય તો તેનો સામનો કરવો જોઈએ.આપઘાત જેવા ડરપોક માર્ગ પસંદ ન કરો. આપઘાત સમસ્યા નું સમાધાન નથી. સમસ્યા સામે લડતા શીખો. જો આવી કોઈ પણ સમસ્યા હોય તો તમારા પરિવાર, મિત્ર અથવા મનોચિકિત્સક સાથે વાત કરો.