• હાલમાં જ દિલ્હી યુનિવસિટી ની એક વિધાર્થીની એ ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ આ વિધાર્થીનીએક ટિક્ટોક સ્ટાર હતી. ટિક્ટોક પર પ્રતિબંધ મુકાયો હોવાથી તે ખુબ પરેશાન હતી. 
  • પોલીસે આ અંગે તપાસ ચાલુ કરી છે. એક મીડિયા સાથે વાત દરમિયાન હાલમાં પોલીસ આત્મહત્યા નું કારણ ટિક્ટોક પર પ્રતિબંધ માનતી નથી. સુરક્ષા ના કારણોસર ભારત સરકારે ટિક્ટોક સહિત 59 ચીની ની એપ્લિકેશનો પર પ્રતિબંધ મુક્યો છે. તમને જણાવી દઈએ કે આ એપ્સ નો ઉપયોગ ભારત ના લોકો કરી શકશે નહિ.
  • ટિક્ટોક એક વિડિઓ શેરિંગ એપ્લિકેશન છે. એક અહેવાલ મુજબ, ભારતમાં 20 કરોડથી વધુ લોકોએ તેનો ઉપયોગ કર્યો છે. આ એપ દ્વારા ઘણા નાના કલાકારોને સામે આવ્યા છે. અને તે વિડિઓ બનાવતા હતા.
  • વિદ્યાર્થીના પિતા સંજય ચૌહાણ સબ ઇન્સપેક્ટર તરીકે હાપુર જિલ્લાના ગઢમુક્તેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. તે પોતાના પરિવાર સાથે પલ્લવપુરમમાં રહે છે. 

  • તેની 22 વર્ષની પુત્રી પણ લોકડાઉનને કારણે ઘરે આવી હતી. વિદ્યાર્થી એક ટિક્ટોક સ્ટાર પણ હતી. તેને ગુરુવારે સાંજના પાંચ વાગ્યા આસપાસ રૂમ માં ફાંસી લગાવી હતી.
  • મળતી માહિતી મુજબ એવું કહેવાય છે કે બાળકી એ જયારે આત્મહત્યા કરી ત્યારે એની માતા બાજુ ની રૂમ માં હતી. પછી દરવાજો તોડી ને બોડી ને બહાર કાઢવામાં આવી. અને ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
  • પોલીસે એવું જણાવ્યું છે કે ઘરેલુ ઝઘડા ના લીધે યુવતી એ આત્મહત્યા કરી છે. પલ્લવપુરના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિગ્વિજયનાથ શાહીએ કહ્યું હતું કે યુવતીના મોબાઇલ ની તપાસ કરવામાં આવી રહી છે.
  • તેને કહ્યું હતું કે યુવતી ટિક્ટોક માં ખુબ જ એક્ટિવ હતી. પરંતુ ટિક્ટોક પર લગાવેલા પ્રતિબંધના કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવું બહુ વહેલું છે. આ ઉપરાંત, તેની રૂમ માં કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.
  • ઘરના લોકો તથા તેના ફ્રેન્ડ લોકએ જણાવ્યું કે યુવતી 2 મહિનાથી ડિપ્રેશનમાં હતી. પરંતુ આ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. હાલમાં પોલીસે તપાસ ચાલુ કરી છે. તેના પરિવાર તથા તેના ફ્રેન્ડ લોકો પાસેથી માહિતી લેવામાં આવી શકે છે.