મળતી માહિતી મુજબ, સુશાંત સિંહ રાજપૂત ના આત્મહત્યા કેસમાં પોલીસે 30 થી વધારે લોકો ની પૂછપરછ કરી લીધી છે. હાલમાં સંજય લીલા ભણસાલીની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ હવે શેખર કપૂરે ઇમેઇલ દ્વારા પોલીસના સવાલોના જવાબ આપ્યા છે.
શેખર કપૂરે જણાવ્યું હતું કે પાની ફિલ્મ ને પાછળથી બંધ કેમ રાખવામાં આવી હતી. અને સુશાંતને સારી ફિલ્મો મળવાનું કેમ બંધ થયું.
શેખર કપૂરે જણાવ્યું હતું કે પાણી ફિલ્મ તેની ડ્રીમ પ્રોજેક્ટ હતો. અને આ ફિલ્મ માટે તેણે 10 વર્ષ સુધી કામ પણ કર્યું છે. પરંતુ અમુક કારણોને કારણે આ ફિલ્મ બંધ થઈ હતી.
શેખર કપૂરે જણાવ્યું હતું કે આ ફિલ્મ લગભગ 150 કરોડના બજેટમાં તૈયાર થવાની હતી. આ ફિલ્મ માટે તે પ્રથમ વાર આદિત્ય ચોપરાને મળ્યો હતો.
બંનેની મુલાકાત દરમિયાન એવો નિર્ણય લીધો હતો કે 2014 થી આ પ્રોજેક્ટ માં કામ ચાલુ થઈ જશે. આ ફિલ્મ માટે તેને 7 કરોડ રૂપિયા પ્રી-પ્રોડક્શનમાં ખર્ચ કર્યા બાદ આ ફિલ્મ માટે સુશાંતનું નામ ફાઇનલ થયું હતું.
સુશાંત આ ફિલ્મ માં ગોરા નામનું પાત્ર કરવાનો હતો. પહેલી વાર ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચીને સુશાંતે એક જ વારમાં તૈયાર થઈ ગયો હતો.
શેખર કપૂરે કહ્યા મુજબ, સુશાંત આ પાત્ર માટે ખુબ જ મહેનત પણ કરતો હતો. આ ઉપરાંત, સુશાંત આ ફિલ્મની તૈયારીમાં એટલા ડૂબી ગયો હતો કે તે યશ રાજ ફિલ્મ્સની દરેક પ્રોડક્શન મીટીંગ માં તે હાજર રહેતો હતો. જેથી ફિલ્મ ને લગતી દરેક વાતું તે સમજી શકે.
શેખર કપૂરે કહ્યા મુજબ, સર્જનાત્મક તફાવતને લીધે આદિત્ય ચોપડા આ ફિલ્મથી બહાર નિકળી ગયા. વાત માં એવું હતું કે શેખર કપૂર આ ફિલ્મની વાર્તામાં કોઈ ફેરફાર કરવા માંગતા ન હતા. જયારે આદિત્ય ચોપડા આમાં ફેરફાર કરવા માંગતા હતા. તેના કારણે આ ફિલ્મ શરૂ થતાં પહેલાં જ અટકી ગઈ હતી.
શેખર કપૂરના કહેવા પ્રમાણે, સુશાંત આ ફિલ્મ બંધ રહેવાના કારણે ખુબ જ પરેશાન થઈ ગયો હતો. આ ઉપરાંત તેને કહ્યું હતું કે સુશાંત ઘણી વાર ફોન પર જ રડતો હતો. અને એક વાર તો મને મળ્યો અને ઘણા સમય સુધી મારા ખભા પર રડતો રહ્યો હતો.
યશરાજ ફિલ્મ્સ સાથે આ વાત નિષ્ફળ થયા બાદ પાની ફિલ્મ માટે બીજા ઘણા નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈ પણ જગ્યા પર વાત બની નહિ. ત્યાર પછી હું લંડન જતો રહ્યો હતો.
લંડનથી જયારે હું પાછો આવ્યો એટલે સુશાંત ને મળ્યો હતો. આ દરમિયાન તેને કહ્યું હતું કે યશ રાજ ફિલ્મ્સ સાથેના બધા જ કરાર પૂરા થઈ ગયા છે. અને તેને કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારી સાથે ખુબ જ ખરાબ વર્તાવ કરવા લાગ્યા છે અને તેના હાથમાં સારી ફિલ્મો આવવા નથી દેતા.
સુશાંતે આવું કહ્યા બાદ મેં તેને કહ્યું હતું કે તું બસ કામ કરતો રહે અને સારી ફિલ્મો પર ધ્યાન આપ. બધું સારું થઈ જશે.
તમને જણાવી દઈએ કે શેખર કપૂરની ફિલ્મ પાની માટે સુશાંતે બાજીરાવ મસ્તાની, રામલીલા, પદ્માવત જેવી 10 ફિલ્મોને નકારી હતી. સુશાંતે ને પાની ફિલ્મ ખુબ જ પસંદ આવી હતી.
0 Comments