• આપણી સુરક્ષા માટે પોલીસ દિવસ-રાત તત્પર રહે છે. તેઓ પુરી નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવે છે. આવા જ એક બહાદુર પોલીસ કોન્સ્ટેબલ વિશે જણાવીએ. તેઓ પોતાની બહાદુરી ના કારણે સોશિયલ મીડિયા પર હાલમાં તેની ખુબ જ ચર્ચા થઈ રહી છે. 
  • આ પોલીસ કોન્સ્ટેબલે તેની બહાદુરી અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટના આવી હતી કે એક બદમાશ ભગતો આ પોલીસ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરી રહ્યો હતો. 
  • આ પોલીસ કોન્સ્ટેબલ પોતાન જીવ ની પર્વા કાર્ય વિના તેનો સતત પીછો કરી રહ્યા હતા. અને આખરે આ બહાદુર પોલીસ કોન્સ્ટેબલે બદમાશ ને પકડ્યો.
  • આ પોલીસ કોન્સ્ટેબલ બાવાના પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યો છે. તેની બહાદુરી ના લોકોએ ખુબ જ વખાણ કાર્ય હતા. હાલમાં તેનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 
  • આ વિડિઓ માં તમે એક ભગતા બદમાશ નો પીછો કરતા પોલીસ કોન્સ્ટેબલ ને જોશો. આ બદમાશ ભગતો જાતો કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરી રહ્યો છે. પરંતુ દિનેશ નામનો આ કોન્સ્ટેબલ અટક્યો નહીં અને બદમાશીનો પીછો કરતો રહ્યો. 
  • તેની બહાદુરી ની અનેક મોટી હસ્તીઓદ્વારા પ્રશંસા ને પાત્ર બની છે. અને પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ પણ આ કોન્સ્ટેબલ ની ખુબ જ પ્રશંસા કરી હતી.
  • દિનેશનો વિડિઓ સોશિયલ મીડિયા માધ્યમ ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે તેમની પ્રશંસા કરી અને તેને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ વિડિઓ ને ગૃહ પ્રધાનને પણ ટેગ હરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ કોન્સ્ટેબલ ને ખુબ જ જલ્દી પ્રમોશન પણ મળશે.
  • પોલીસ કોન્સ્ટેબલ વિશે વધારે માહિતી આપ્યે તો તે બાવાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ કોન્સ્ટેબલ સોનીપત જિલ્લાના રિધૌ ગામનો રહેવાસી છે. તેની 2012 માં દિલ્હી પોલીસમાં ભરતી થઈ હતી. તેના પિતા વ્યવસાયિક ખેતી કરે છે.
  • તેની પહેલી પોસ્ટિંગ બટાલિયનમાં થઈ હતી. ત્યાર પછી તેની પોસ્ટિંગ રોહિણી જિલ્લાના ડીઆઈયુ યુનિટમાં થઈ હતી. અને 2017 થી બાવાના પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવીએ 2019 માં તેને બેસ્ટ બીટ ઓફિસરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
  • તેના પરિવારમાં બે ભાઈઓ અને એક બહેન છે. તેનો મોટો ભાઈ એરફોર્સમાં નોકરી કરે છે.
  • આ આખી ઘટના બાવાનામાં ગ્રામીણ ગૌશાળા નજીક બની હતી. એક વ્યક્તિ નો ફોન આવ્યો હતો કે, એક વ્યક્તિ પિસ્તોલ દેખાડીને બાઇક છીનવી રહ્યો હતો. આ બાબત માહિતી મળતા દિનેશ કોન્સ્ટેબલ તરત ઘટના સ્થળે હાજર થયા હતા.
  • રસ્તામાં ચેકિંગ દરમિયાન તેને એક બાઇક જાતી જોય હતી. કોન્સ્ટેબલ તેની પાછળ ભાગ્ય. બદમાશ બાઇક પરથી ઉતરી બીજે રસ્તે ભાગવા લાગ્યો. કોન્સ્ટેબલ તેની પાછળ પડી તેને પકડી લીધો. રસ્તામાં બદમાશ પોલીસ કોન્સ્ટેબલ પર ગોળી મારવાનો પ્રયાસ પણ કરતો હતો.
  • પોલીસ કોન્સ્ટેબલ દિનેશે ખૂબ હિંમત અને બહાદુરીથી આખરે બદમાશોને પકડ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મળતી માહિતી મુજબ, જાણવા મળ્યું કે આ બદમાશ નું નામ દીપક અને રાહુલ છે. આ ઉપરાંત તેના પર 12 કરતા વધારે ગુનાના કેસ નોંધાયેલા છે.