• દેશમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલમાં આપણા દેશમાં દરરોજ હજારો નવા આવી રહ્યા છે. થોડાક દિવસો થી રોજ 20 હજારથી વધુ કેસ આપણા દેશમાં આવી રહ્યા છે.
  • મળતી માહિતી મુજબ, હાલમાં આપણા દેશમાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ કોરોના વાયરસના દર્દીઓ ની આંકડો આવ્યો છે.
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં 7860, તમિળનાડુમાં 3679, ગુજરાતમાં 875, દિલ્હીમાં 2088, ઉત્તરપ્રદેશમાં 1338, પશ્ચિમ બંગાળમાં 1197, કર્ણાટકમાં 2313, આંધ્રપ્રદેશમાં 1607, રાજસ્થાનમાં 611, હરિયાણા 570, મધ્યપ્રદેશમાં 316, બિહારમાં 352, ઓડિશામાં 755, કેરળમાં 416, પંજાબમાં 217, છત્તીસગઢમાં 140 નવા કેસ જોવા મળ્યા છે.
  • દેશમાં ઝડપથી વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ ફરીથી લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં ફરીથી લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી છે.
  • ઉત્તરપ્રદેશમાં તા .13 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહશે. જયારે મહારાષ્ટ્રના પુના જિલ્લામાં 13 જુલાઇથી શરૂ થશે અને 23 જુલાઇએ પૂરું થશે લોકડાઉન. મહારાષ્ટ્રના પુના જિલ્લામાં 10 દિવસનું લોકડાઉન રહશે.
  • મધ્યપ્રદેશમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને શિવરાજ સરકારે ફરીથી રાજ્યમાં લોકડાઉન ની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, તેમને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં દર રવિવારે જ સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહશે.
  • આ સાથે જ કેરળ સરકારે રાજધાની તિરુવનંતપુરમમાં લોકડાઉન ની જાહેરાત કરી છે. બિહાર માં અમુજ જિલ્લાઓ માં સંક્રમિત વધારે છે ત્યાં ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. જયારે અમુક જિલ્લાઓ અનલોક છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના ના આંકડા મુજબ, અત્યાર સુધીમાં 8 લાખ ને પાર થઈ ગયો છે. કોરોના વાઇરસ ના કેસ, આ સાથે જ 4 લાખ 95 હજાર લોકો આ વાઇરસ માંથી સ્વસ્થ થયા છે તેમને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 21 હજાર કરતા વધારે લોકોએ આ વાઇરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.