આસામનો હાલમાં એક છોકરાનો વિડિઓ વાઇરલ થયો છે. આ વિડિઓ જોતા જ લોકો ખુબ જ ભાવનાત્મક થઈ જાય છે. આ વિડિઓ જોતા દરેક લોકોની આંખ માંથી આસું આવી જાય છે.
9 જુલાઈના રોજ ઋષભ દત્તા નામ ના છોકરાનું બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 17 વર્ષ નો આ છોકરો તેના અવાજ ના કારણે ખુબ જ ચર્ચામાં રહ્યો છે. તેનો અવાજ લોકોને ખુબ જ ગમ્યો હતો. અને જોતા જોતા માં લાખો લોકોએ આ વિડિઓ જોયો હતો.
ઋષભ ને 2 વર્ષ થી એપ્લેસ્ટિક એનિમિયા ખુબ જ ગંભીર રોગ હતો. હાલમાં આ રોગ સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના અવસાન પછી આ ગીતોના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડિઓ માં તે હોસ્પિટલમાં ગિટાર વગાડી રહ્યો હતો અને એ દિલ હૈ મુશકીલનું ગીત ચન્ના મેરેયા ગાયું હતું. આ ઉપરાંત તેણે કબીર ગીત પણ ગાયું હતું. આ વિડિઓ જોઈને લોકો ખુબ જ ભાવુક થઈ રહ્યા છે. અને તેને યાદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઋષભ દત્તા આસામ નો રહેવાસી હતો અને તેની સારવાર બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં થઈ રહી હતી.
મળતી માહિતી મુજબ, આ વિડિઓ ફેસબુક પર મોનજીત ગોગોઇ નામ ના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. જે હાલમાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.
0 Comments