• 2020 વર્ષ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. એક પછી એક ફિલ્મી ઉધોગ ને આંચકા લાગ્યા કરે છે. હાલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને મોડેલ રહી ચુકેલી દિવ્યા ચૌક્સે ની નિધન થયું છે.
  • તેના મોતની પુષ્ટિ તેની બહેન અને મિત્ર એ સોશ્યિલ મીડિયા માધ્યમ ફેસબુક પર કરી હતી. દિવ્ય ચૌક્સેના નિધન ની માહિતી મળતા તેના ચાહકોએ સોશ્યલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.
  • મળતી માહિતી મુજબ દિવ્યા ચૌક્સે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. હાલમાં દિવ્યાની મિત્ર નિહારિકા એ પોતાના ફેસબુક પર તેની મૃત્યુની માહિતી આપી હતી.
  • જયારે બીજી તરફ, દિવ્યા ની બહેન સૌમ્યાએ તેના ફેસબુક પર લખ્યું હતું કે ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે મારી બહેન દિવ્યા નું કેન્સર ના કારણે ખુબ જ નાની ઉંમરમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ દિવ્યા ની ઉંમર 30 વર્ષ હતી.
  • દિવ્યા વિશે વધારે માહિતી આપતા સૌમ્યાએ લખ્યું હતું કે દિવ્યાએ લંડનથી એક્ટિંગનો કોર્સ પૂરો કર્યો હતો. આ ઉપરાંત તે એક સારી મોડેલ પણ હતી.
  • દિવ્યાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં અભિનય કર્યું છે. આજે આપણને બધાને છોડીને ચાલી ગઈ છે. તેના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
  • આ ઉપરાંત તેના મિત્ર નિહારિકા એ જણાવ્યું હતું કે દિવ્યા ના મોત ના સમાચાર સાંભળીને મને ખુબ જ દુઃખ થયું. દિવ્યા ગતિશીલ અને ઉત્સાહી વ્યક્તિત્વની હતી. તેની હંમેશા ખોટ વર્તાશે.
  • દિવ્ય ચૌક્સે પોતાના ટ્વિટર પર ખુબ જ ઓછી જોવા મળે છે. તેણે તેની છેલ્લી ટ્વિટ 7 મે ના કરી હતી. આ ટ્વિટમાં તેને લોકો પાસે મદદ માંગી હતી. દિવ્યાએ આ ટ્વીટમાં લખ્યું હતું કે કોઈ ને પણ મિસેલટો થેરેપી વિશે માહિતી છે. મારે મિસેલટો થેરેપી ની મદદ ની જરૂર છે.
  • દિવ્યાએ ની કારકિર્દીની પહેલી ફિલ્મ હૈ અપના દિલ તો અવરા હતું. આ ફિલ્મ માં તેને એક મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • આ ઉપરાંત તે ઘણી બધી જાહેરાતોમાં જોવા મળી હતી. છેલ્લા દિવસોમાં બોલિવૂડ ના ઘણા સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું છે. આ યાદીમાં સામેલ થાય છે. સુશાંત સિંહ રાજપૂત, વાજિદ ખાન, ઋષિ કપૂર સરોજ ખાન, ઇરફાન ખાન સહિત ઘણા લોકોનો સમાવેશ થાય છે.