હાલમાં કોરોના વાઇરસ ના કેસ માં વિશ્વ માં વધારો થતો જોવા મળી રહ્યી છે. આના માટે ડોકટરો, નર્સો, આરોગ્ય કાર્યકરો, તમામ ફ્રન્ટ લાઇન વર્કરો આ મહામારીમાં રાત-દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આ ઉપરાંત દેશના ઘણા ફ્રન્ટ લાઇન વર્કરોએ લડત આપતા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ફ્રન્ટલાઈન કામદારો કઈ પણ ધ્યાનમાં રાખ્યા વિના કોરોના સામે લડી રહ્યા છે. હાલમાં એક કેસ તેલંગાણામાં સામે આવ્યો છે.
એક કોરોના દર્દીનું મોત થયું હતું. ડ્રાઇવરે દર્દીની ડેડબોડીને અંતિમવિધિમાં માટે લઈ જવાની ના પાડી. ડ્રાઇવરે ના પડતા ડૉક્ટર જાતે ગાડી ચલાવી જવા રવાના થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના તેલંગાણા ની અંદર પેડપલ્લી જિલ્લામાં માં બની હતી. કોરોના ના કારણે દર્દીનું મોત થયું હતું. દર્દી ની ડેડબોડીને અંતિમવિધિ માટે લઈ જવામાં માટે ટ્રેક્ટરમાં મૂકાયો હતો.
હાલમાં ડ્રાઇવરે વાહન ચલાવવાની ના પાડી. ડ્રાઈવર ના પાડતા જિલ્લા મોનિટરિંગ ઓફિસર ડોક્ટર શ્રીરામ પોતે જાતે જ ટ્રેક્ટરની ડ્રાઈવર સીટ પર બેસી ને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. ડૉક્ટર ની આ સેવા ની લોકોએ ખુબ જ બિરદાવી હતી. અને તેના વખાણ પણ કર્યાં હતા.
એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
#WATCH Telangana: Body of a man who had #COVID19 was driven to the burial ground in a tractor by Dr Sriram, working as Peddapalli District Surveillance Officer for prevention of spread of COVID, after the driver allegedly refused to do it. pic.twitter.com/yRzziKTHqy
આની પહેલા તેલંગાણાના નિઝામબાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. કોરોના દર્દીની ડેડબોડી ઓટોરીક્ષા ઉપર લઇ જવી પડી હતી. મળતી માહિતી મુજબ, 50 વર્ષ ના વ્યક્તિનું કોરોના ના કારણે મૃત્યુ થયું હતું.
દર્દીની ડેડબોડી પરિવારને સોંપવામાં આવી હતી. પરંતુ પરિવારના સભ્યોને એમ્બ્યુલન્સ હોસ્પિટલ વાળા એ નો આપી. આના કારણે તન પરિવારના લોકોએ અંતિમ સંસ્કૃતિ માટે મૃતદેહને ઓટોરીક્ષા માં લઈ ગયા હતા.
આ ઘટના અંગે સરકારી હોસ્પિટલના અધિક્ષક કહ્યું હતું કે મૃતકનો પરિવાર હોસ્પિટલની અંદર જ કામ કરે છે. અને તેના કહ્યા બાદ તેને ડેડબોડી આપવામાં આવી હતી.
આ ઘટના અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે તેના પરિવારના લોકો ડેડબોડી ને ઓટોરીક્ષામાં લઈ ગયા હતા. આ સમયે હોસ્પિટલમાં કામ કરતા એક વ્યક્તિએ તેની મદદ પણ કરી હતી. તે ને જણાવ્યું હતું કે તેના પરિવારના લોકોએ એમ્બ્યુલન્સની રાહ નો જોઈ.
0 Comments