• બોલિવૂડ માટે ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં ઘણા દુઃખદ સમાચાર બહાર આવ્યા છે. હાલમાં એક દુઃખદ ચમાચાર બહાર આવ્યા છે. 
  • ધણી બધી સિરીયલો, બોલીવુડની ફિલ્મો અને પંજાબી ફિલ્મોમાં જોવા મળતા અભિનેતા રંજન સહગલનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, 36 વર્ષની વયે રંજન સહગલનું દુઃખદ અવસાન થયું છે. જેના લીધે ફિલ્મી ની દુનિયામાં શોકનું વાતાવરણ કરી વળ્યું છે.
  • મળતી માહિતી મુજબ, આજે સવારે તેનું મલ્ટિપલ ઓર્ગન નિષ્ફળતાને કારણે તેનું અવસાન થયું છે. સૂત્રો દ્વારા માહિતી મુજબ, તે ઘણા સમયથી બીમાર હતો. ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. 
  • રંજન સહગલે ઘણી બધી સિરીયલો અને ફિલ્મો માં કામ કર્યું છે. સરબજીત ફિલ્મ માં ઐશ્વર્યા રાય અને રાંદી હૂડાની સાથે તેણે કામ કર્યું છે. આ ઉપરાંત રિશ્તે સે બડી પ્રથા જેવી ઘણી બધી સિરીયલો પણ કામ કરી ચૂક્યો છે. રંજન ઘણી બધી પંજાબી ફિલ્મો અને સિરીયલો જોવા મળ્યો હતો.
  • મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ જગતમાં દુઃખદ સમાચાર આવી રહ્યા છે. એપ્રિલ મહિનાથી આ શ્રેણી શરૂ થઈ છે. અને હજી બંધ થવાનું નામ પણ નથી લઈ રહ્યું. 
  • થોડા દિવસ પહેલા જ પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર જગદીપ નું નિધન થયું હતું. આ અગાવ ઋષિ કપૂર, વાજિદ ખાન, સરોજ ખાન સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોની હંમેશા ખોટ વર્તાશે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ને.