હરિયાણા એજ્યુકેશન બોર્ડે દ્વારા હાલમાં દસમા ધોરણ નું પરિણામ જાહેર કર્યું છે. 2020 દરમિયાન હરિયાણા નું 64.59 ટકા પરિણામ આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ વર્ષે નું પરિણામ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ આવ્યું છે.
આ પરિણામ માં છોકરીઓ છોકરાઓ કરતા ચડીયાતી રહી છે. એવું જાણવા મળ્યું છે કે હરિયાણા માં છોકરાઓ કરતા 9% વધુ છોકરીઓ પાસ થઈ છે. ઋષિતા નામ ની છોકરીએ 500 પોઇન્ટમાંથી 500 પોઇન્ટ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ, ઋષિતા ટાગોર સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભિયાસ કરે છે. તમને પરિવારને તેની દીકરીના પરિણામની જાણ થતા આખા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ. તેમના પરિવારના લોકોએ મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરી.
ઋષિતાએ તેમની સફળતાનો શ્રેય તેમના માતાપિતાને આપ્યો છે. ઋષિતાએ કહ્યું હતું કે મારા માતાપિતાએ પ્રેરણા ન આપી હોત, તો હું સફળ ન થઈ હોત. તેમના પિતા નું નામ નરેશ કુમાર છે. જે ઓડિટર છે. તેમની માતા નું નામ સપના બેન છે. જે પ્રાથમિક શાળા ના શિક્ષક છે.
ઋષિતા ભવિષ્ય્માં આગળ ડૉક્ટર બનવા માંગે છે અને ગરીબ લોકો ની મદદ કરવા માંગે છે. તમને કહ્યું હતું કે ભારત દેશમાં ઘણા લોકો મોંઘી સારવાર લઈ શકતા નથી. તેના કારણે ઘણા લોકો નું મૃત્યુ પણ થાય છે.
તમને કહ્યું હતું કે પરીક્ષા દરમિયાન હું દરરોજ 7-8 કલાક અભ્યાસ કરતી હતી. અને પરીક્ષા ના સમયમાં સોશિયલ મીડિયા સંપૂર્ણ બંધ રાખ્યું હતું.
આ ઉપરાંત તમને જણાવ્યું હતું કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શિસ્ત ખુબ જ અગત્યની છે. તેના કારણે જ મે આજે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
હિસારની ઋષિતાએ રાજ્યમાં પ્રથમ આવી છે. જયારે હિસારની ઉમા, કલ્પના, સ્નેહ, નિકિતા, મારુતિ બીજા સ્થાને આવી છે.
જયારે હિસારની ગરવીતા, જીંદના રોહિત, રેવારીની કિરણ અને ભૂમિકા ત્રીજો ક્રમે રહ્યા છે. હિસારમાં પરિણામ સારું આવ્યા બાદ છોકરીઓ એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.
ટાગોર સિનિયર સેકન્ડરી સ્કૂલ નું પરિણામ સારું આવતા સ્કૂલ સંચાલકોએ ફોટોગ્રાફ પણ કરાવ્યું હતું.
0 Comments