• મળતી માહિતી મુજબ, શનિવારે રાતે અચાનક તબિયત બગાડતા અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેને કોરોના ટેસ્ટકરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. 
  • અમિતાભ બચ્ચને પોતે લોકોને ટ્વીટ ના માધ્યમથી માહિતી આપી હતી. ત્યાર બાદ ઘરના દરેક લોકો નો પણ ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં અભિષેક બચ્ચન નો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જયારે જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચન નો રિપોર્ટ નેગેટિવે આવ્યો હતો. 
  • અમિતાભ અને અભિષેક નો પોઝિટિવ આવતા દરેક સ્ટાફ નું પણ હાલમાં પરીક્ષણ લેવામાં આવ્યું છે.
  • અમિતાભે ટ્વીટ ના માધ્યમથી માહિતી આપી હતી. અને ઇન્સ્ટાગ્રામ માં તેની તસ્વીર પણ મોકલી હતી. આ તસ્વીર માં અમિતાભની લાલ આંખો થઈ ગઈ છે. તે ખુબ જ અણશક્તિ અને નબળો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
  • આ ઉપરાંત અમિતાભે તેને ટ્વિટમાં લોકો ને સલાહ આપી હતી કે કે લોકો 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા છે તે લોકોએ તેમનો રિપોર્ટ કરાવાની અપીલ કરી હતી.
  • અમિતાભ બચ્ચને ટ્વીટ ના માધ્યમથી લોકોને જણાવ્યું હતું કે મારા કોરોના પરીક્ષણ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
  • મળતી માહિતી મુજબ, હોસ્પિટલના અધિકારીઓ કહ્યું હતું કે કુટુંબ અને સ્ટાફનો હાલમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. તે લોકોનો રિપોર્ટ હજી આવ્યો નથી. આ ઉપરાંત અમિતાભે લોકોને વિનંતી કરી હતી કે જે લોકો 10 દિવસમાં મારી નજીક આવ્યા છે તે તેની તપાસ કરાવે.
  • આ બન્યા બાદ થોડી વાર પછી અભિષેક પોતાના ટ્વીટ માં કહ્યું હતું કે મારા પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • મળતી માહિતી મુજબ, ગુલાબો સીતાબો ફિલ્મ હાલમાં એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રીલિઝ કરવામાં આવી છે આ ફિલ્મ માં આયુષ્માન ખુરાના સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળે છે. અને થોડા દિવસ પછી બ્રહ્માસ્ત્ર માં જોવા મળવાના હતા.
  • હાલમાં અમિતાભ ની તબિયત અંગે તેના પરિવાર અને હોસ્પિટલે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી.
  • મળતી માહિતી મુજબ, ગયા મહિને આમિર ખાનના ઘર માં કામ કરતા 7 લોકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેના ઘરના દરેક લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નેગેટિવે આવ્યું હતું.
  • અભિનેતા અમિતાભ બચ્ચન નો કોરોના પોઝિટિવ ની માહિતી માલ્ટા બોલિવૂડના લોકોએ તેની તંદુરસ્તી માટે પ્રાર્થના શરૂ કરી દીધી હતી. રવિના ટંડને પોતાના ટ્વીટ માં લખ્યું હતું કે તમે જલ્દી થી તંદુરસ્ત થઈ જાવ તેવી પ્રાર્થના કરીયે છીએ.
  • આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના ટ્વિટ માં લખ્યું હતું કે અમિતાભ બચ્ચનજી ના કોરોના પોઝિટિવ ના સમાચાર મળતા ખુબ જ દુઃખ થયું હતું અને કહ્યું હતું કે ભગવાન તમને જલ્દી સાજા કરે અને તમે ફરીથી તમારા કામમાં આવી જાવ. આ ઉપરાંત તેને કહ્યું હતું કે અમે બધા તમે સ્વસ્થ થઈ જાવ તે માટે પ્રાર્થના કરીએ છીએ.