• આપણા દેશના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લેફ્ટનન્ટ ગૌરી પ્રસાદ મહાડિકની સફળતાની વાર્તા હાલમાં સોશ્યિલ મીડિયા માં શેર કરી છે. મળતી માહિતી મુજબ, ગૌરી શહીદ મેજર પ્રસાદ ગણેશની ધર્મપત્ની છે.
  • તેમના પતિ ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયા હતા. પોતાના પતિના મૃત્યુ થતા આઘાત લાગ્યો અને તેને આર્મીનો ગણવેશ પહેરવાનું નક્કી કરી કીધું. તેને પોતાની નોકરી છોડી દીધી અને સેના ની ભરતીની તૈયારી શરૂ કરી.
  • સર્વિસ સિલેક્શન બોર્ડ ની પરીક્ષા આપી પણ પ્રથમ પ્રયાસ માં તે નિષ્ફળ ગઈ. પરંતુ તેને હિંમત હારી નહિ અને બીજી વાર પરીક્ષામાં ટોપ લિસ્ટ માં આવી.
  • તેને પોતાની તાલીમ પુરી કરી અને 2020 માં ભારતીય સેનામાં જોડાય. આપણા કેન્દ્રીય પ્રધાને તેની હિંમત અને દેશભક્તિની ભાવના ના વખાણ કર્યા હતા અને તેને સલામી આપી હતી.
  • સ્મૃતિ ઈરાનીએ લખ્યું હતું કે મોટાભાગના લોકો આ દુઃખમાં તૂટી જાય છે. આવી પરિસ્થિતિમાં તમારી હિંમત પર મને ગર્વ છે.
  • સ્મૃતિ ઈરાનીએ ગૌરી સાથે એક વિડિઓ શેર કર્યો છે. આ વિડિઓ માં તે સેનામાં જોડાવાનું કારણ અને તેના પતિ વિશે વાત કરે છે. તમને જણાવી દઈએ કે ગૌરીએ એસએસબીની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પોતાના પતિ શહીદ થયાના 10 દિવસ પછી તે વિચારતી હતી કે હવે આગળ મારે શું કરવું.
  • ત્યાર બાદ તેને પ્રસાદ માટે કંઇક કરવાનો વિચાર કર્યો. અને તેના માટે સેનામાં જોડાવાનું લક્ષ્ય નક્કી કર્યું. આ ઉપરાંત ગૌરીએ કર્યું હતું કે તે હંમેશા પોતાના પતિનો ગણવેશ અને તેની ટોપી પહેરશે. પોતાની ચેન્નાઇમાં ટ્રેનિંગ પુરી કર્યા બાદ સેનામાં જોડાશે.
  • તમને જણાવી દઈએ કે તેના પતિએ જે જગ્યાએ તાલીમ લીધી હતી તે જ જગ્યા પર સખત તાલીમ આપવા માટે તૈયાર થઈ હતી.
  • જયારે તેમના પતિ મેજર શહીદ થયા હતા. ત્યારે ગૌરી સાથે લગ્ન ના બે વર્ષ થયા હતા. મેજર મહાડિક ભારતીય સેનાની 7 બિહાર રેજિમેન્ટમાં અધિકારી હતા. તેની પોસ્ટિંગ ભારત-ચીન સરહદ વિસ્તારમાં થઈ હતી. 2017 માં આતંકવાદીઓની ગોળીબારમાં તે શહીદ થયા હતા.
  • ગૌરીના જણાવ્યા અનુસાર ભોપાલ અને અલ્હાબાદમાં પરીક્ષા દરમિયાન તેને છાતી નંબર 28 આપવામાં આવ્યો હતો. અને આજ તેના પતિનો પણ નંબર હતો. આ ઉપરાંત મેડિકલ ટેસ્ટ માં 45 છાતીનો નંબર આપવામાં આવ્યો હતો. જે 9 થાય છે. (4 + 5) તેના જણાવ્યા અનુસાર 9 તારીખ તેના પતિની જન્મ તારીખ છે. તેના માટે તે ખુબ જ ભાગ્યશાળી માને છે. તે કહે છે દરેક ક્ષણ તેની પતિ તેની સાથે છે.