ઉત્તરાખંડ ને દેવો ની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. કેમ કે ઉત્તરાખંડ માં ઘણા દેવી-દેવતાઓ ના મંદિરો આવેલા છે. પૌરાણિક લોકોની માન્યતા પ્રમાણે ઉત્તરાખંડ ભગવાન શિવનું સાસરું પણ કહે છે. અહીં ખુબ જ જુના મંદિરો આવેલા છે તથા આ મંદિરો સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે.
ઉત્તરાખંડ માં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરો વિશ્વમાં ખુબ પ્રખ્યાત પણ છે. લોકો દૂર દૂરથી આ મંદિરોના દર્શન કરવા માટે આવે છે. ઉત્તરાખંડ માં પાંચ પ્રખ્યાત ભગવાન શિવ ના મંદિરો વિશે તમને જણાવીએ.
લોકોનું માનવું છે કે આ મંદિરો મહાભારત કાળ સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત આ મંદિરો પૂજા બધી મનોકામના પૂર્ણ થાય છે એવું લોકો મને છે.
કેદારનાથ મંદિર
ભગવાન શિવ નું આ મંદિર બરફીની ટેકરીઓ વચ્ચે આવ્યું છે.આ મંદિર શિયાળા દરમિયાન બંધ રહે છે. કેદારનાથ ને ભગવાન શિવનું મુખ્ય જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કેદારનાથ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું.
દરરોજ લાખો ભક્તો આ મંદિર ના દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત સાવન મહિના ખુબ જ ભક્તોની ભીડ જોવા મળે છે.
બૈજનાથ મંદિર
આ ભગવાન શિવ નું મંદિર સૌથી પ્રાચીન માનવામાં આવે છે. આ મંદિર સ્થાપના ગોમતી નદીના કિનારે કરવામાં આવી છે. આ મંદિર ની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. આ મંદિર વિશે ઘણી દંતકથાજોડાયેલી છે.
કહેવાય છે કે આ મંદિરની નજીક ભગવાન શિવ અને પાર્વતીજી ના લગ્ન થયા હતા. આખા વર્ષ દરમિયાન લાખો લોકો ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવ ના દર્શન કરે છે. ભક્તોની મનો કામના પણ અહીં પુરી થાય છે.
રુદ્રનાથ મંદિર
રુદ્રનાથ મંદિર નો સમાવેશ પંચ કેદારમાં કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શિવના મુખની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવના આખા શરીરની પૂજા નેપાળના પશુપતિનાથ મંદિરમાં થાય છે.
આ ઉપરાંત જે લોકો પશુપતિનાથ મંદિરની મુલાકાત લઈ શકતા નથી તે આ મંદિરમાં આવે છે. અને ભગવાન શિવના દર્શન કરે છે. દરરોજ લાખો ભક્તો આ મંદિર ના દર્શન કરવા માટે આવે છે. ભક્તોની મનો કામના પણ અહીં પુરી થાય છે.
તુંગનાથ મંદિર
તુદનાથ મંદિરનો સમાવેશ પંચ કેદારમાં પણ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ આ સ્થાન પર ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી અને આ મંદિર બનાવ્યું.
આ મંદિર ની આજુબાજુ નું વાતાવરણ ખુબ જ મંદિર પણ છે. આખા વર્ષ દરમિયાન લાખો લોકો ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવ ના દર્શન કરે છે.
બાલેશ્વર મંદિર
બળેશ્વર મંદિરમાં ભગવાન શિવની શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ખુબ જ પ્રાચીન છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિર ચંદ્ર વંશ દ્વારા 1272 માં બનાવવામાં આવ્યું હતું.
આ મંદિરના મંડપ અને છત ઉપર ખૂબ જ સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે. આખા વર્ષ દરમિયાન લાખો લોકો ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવ ના દર્શન કરે છે.
0 Comments