• આ પણા દેશમાં કોરોના વાઇરસ ના કેસ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે એક સમાચાર આવ્યા છે. હાલમાં કોરોના સામે લાડવા માટેની રસી તૈયાર કરવામાં આવી છે. 
  • મળતી માહિતી મુજબ, આ રસીનું આવતા અઠવાડિયાથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે સૌથી પહેલા કોના પર હ્યુમન ટ્રાયલ્સ કરવામાં આવશે. હ્યુમન ટ્રાયલ્સ માટે ચીરંજીત ધીબર નું નામ બહાર આવ્યું છે.
  • તમને જણાવી દઈએ કે વ્યવસાયે શાળાના શિક્ષકો પર સૌથી પહેલું પરીક્ષણ કરવામાં આવશે. આ માટે તેને ભુવનેશ્વર સેન્ટરમાંબોલવામાં આવશે.
  • ચીરંજીતે પોતાના સોશ્યિલ મીડિયા માધ્યમ ફેસબુક દ્વારા જણાવ્યું હતું કે હું કોરોના વાયરસના ક્લિનિકલ ટ્રાયલ માટે મારું શરીર દેશ માટે દાન કરી રહ્યો છું. મળતી માહિતી મુજબ, ચીરંજીત એપ્રિલ મહિનામાં ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. 
  • હાલમાં જ તેને આઈસીએમઆરના પટના કેન્દ્ર થી ફોન આવ્યો હતો. અને તેને ક્લિનિકલ ટ્રાયલ માટે ભુવનેશ્વર બોલાવવામાં આવ્યા છે.
  • મળતી માહિતી મુજબ, ચીરંજીત ધીબર વ્યવસાયિક દુર્ગાપુરની શાળામાં શિક્ષક છે. અને તેઓ આરએસએસની પેટાકંપની સંસ્થા, ઓલ ઇન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશનના પ્રાથમિક એકમના સભ્ય પણ છે.
  • થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે આઇસીએમઆરના સહયોગથી કોરોના વાયરસ માટેની રસી બનવી છે. અને આ મહિનામાં રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ દેશના લગભગ 12 કેન્દ્રોમાં કરવાનું છે. 
  • મળતી માહિતી મુજબ, સરકારે આવતા મહિને 15 ઓગસ્ટે લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે.