• બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ દ્વારા બનાવવામાં આવેલી દવા કોરોનિલ વિશે આજે એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેઓએ કોરોનની દવા કોરોનીલ વિશે મહત્વના ખુલાશો કર્યો હતો.
  • મળતી માહિતી મુજબ, પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલનું સંપૂર્ણ સંશોધન આયુર્વેદ વિભાગને આપી દીધું છે અને કોરોના દવાના સંશોધન પરિમાણોનું પાલન પણ કરવામાં આવ્યું છે. એવી માહિતી મળી છે.
  • આ ઉપરાંત, રામદેવે કહ્યું હતું કે તેમના દ્વારા બનાવાયેલી કોરોનિલ અને શ્વસરી દવા પર કોઈ પણ જાતનો કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી અને કોરોનિલ કીટ દેશવ્યાપી જરૂર ઉપલબ્ધ થશે.
  • અમે અલગ અલગ રાજ્ય સરકારો સાથે સંપૂર્ણ વાત કરી છે. આયુષ મંત્રાલયે ઉઠાવવામાં આવેલા વાંધા પર, રામદેવે કહ્યું હતું કે આયુષ મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું છે કે જો તમે ક્યોર શબ્દનો ઉપયોગ કરી શકશો નહિ. તેના જવાબમાં અમે કહ્યું છે કે ઠીક છે તો અમે કોવિદ ક્યોર ની જગ્યા એ મેનેજમેન્ટ કહીશું.
  • બાબા રામદેવે કહ્યું કે આયુષ મંત્રાલય એ સ્વીકાર્યું છે કે પતંજલિ એ કોરોના ને લઇ ને એક સારી પહેલ કરી છે તેથી બધા જ વિરોધીઓ ની યોજના નિષ્ફ્ળ ગઈ છે. હાલમાં યોગ અને આર્યુવેદ માં કામ કરવું એ એક ગુનો બની ગયો છે.
  • જે રીતે દેશદ્રોહી અને આતંકવાદી વિરુદ્દ એફઆરઆઇ કરવામાં આવે છે તે રીતે અમારી વિરુદ્ધ પણ એફઆઈઆર થઇ રહી છે. રામદેવે સવાલ પૂછ્યો કે શા માટે કોરોના ને લઈને ક્લિનિકલ ટ્રાયલ પર આવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
  • અમે હિપેટાઇટિશ નેગેટિવ કર્યા છે. તેના પર પણ એફઆરઆઇ કરો અમને કોઈ ફરક નથી પડતો. જે આજ સુધી દુનિયા માં નથી થયું તે કોરોના એ કરી બતાવ્યું છે. યોગ થી અમે લાખો લોકો ના બી. પી. ઠીક કર્યા જો તે ગુનો છે તો અમે તૈયાર છીએ પરંતુ અમે સારા સ્વાસ્થ્ય માટે અભિયાન ચાલુ રહેશે.
  • કોરોના ની દવા અંગે રામદેવે જણાવ્યું હતું કે અમે દવા બનાવવા માટે આર્યુવેદીક વસ્તુ નો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. ગિલોય, અશ્વગંધા અને તુલસી નું યોગ્ય મિશ્રણ થી કોરોનીલ દવા તૈયાર કરવામાં આવી છે.
  • આવી જ રીતે તજ અને અન્ય વસ્તુઓ મિશ્રણ થી શ્વાસની વાટી બનાવવામાં છે. એમાં લાઇસન્સ અલગ અલગ છે. પરંતુબંને એક સાથે ઉપયોગ માં લેવામાં આવતા હતા અમે આ પ્રયત્ન મોર્ડન મેડિકલ સાયન્સ અંતર્ગત કર્યું છે.
  • બાબા રામદેવે દવાના લાઇસન્સ પર કહ્યું હતું કે અમે ત્રણ દવાઓ બનાવી છે. એનું લાઇસન્સ યુનાની અને આર્યુવેદ મંત્રાલય થી મંજૂરી મેળવી છે.
  • તેમની કંપનીની ઉપલબ્ધતા ગણીને રામદેવે જણાવ્યું હતું કે અમે યોગ અને અલગ અલગ સંશોધન પર દસ હજાર કરોડનું માળખું તૈયાર કર્યું છે. અમે આના મદદથી દસ કરતા વધુ રોગોના ત્રણ સ્તરને પાર કરી દીધા છે.
  • તમને જણાવી દઈએ કે અમારા સંશોધન ટીમની અંદર 500 થી વધારે વૈજ્ઞાનિક છે. પતંજલિએ આયુર્વેદ અને યોગ દ્વારા કરોડો લોકોને નવું જીવન આપ્યું છે.
  • બાબા રામદેવે ગયા મહિને કોરોના દવા બનાવવાનો દાવો કર્યો હતો અને એક અઠવાડિયામાં કોરોનીલ દવા બજાર માં લાવવાની વાત પણ કરી હતી.
  • આયુષ મંત્રાલયે આ દવા સામે પોતાનો વાંધો ઉઠાવ્યું હતો. ત્યાર પછી બાબા રામદેવ વિરુદ્ધ દેશના વિવિધ વિસ્તારમાં કેસ પણ નોંધાયા છે. આ બધી વસ્તુઓનો આજે ખુલાસો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.