સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી સોશ્યિલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્ય અંગે લોકો વધારે ચર્ચા કરી રહ્યા છે. આવી સ્થિતિ માં દરેક વ્યક્તિ પોતાના મન્તવ્ય શેર કરી રહ્યા છે.
હાલમાં જ બોલિવૂડ ના એક અભિનેતા મનોજ બાજપેયી એ પોતાનો અનુભવ શેર કર્યો હતો આ સાથે તેને કહ્યું હતું કે તેને પણ કામ ન મળવા પર આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. બૉલીવુડ માં તેને હંમેશા સાંભળવા મળતું હતું કે તેનો ચહેરો હીરો બનવા માટે આઇડલ નથી.
હાલમાં જ મનોજ બાજપેયી એ એક ઇન્ટરવ્યૂ કહ્યું હતું. જેમાં તેમને એના સંધર્ષ ના એ દિવસો ને યાદ કર્યા હતા. જેમાં તેને પણ આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો. તેમની ઉંમર 9 વર્ષ ની હતી ત્યારથી અભિનેતા બનવાની ભૂત સવાર રહ્યું હતું.
મનોજ બાજપેયી બિહાર ના એક નાના ગામ માં તેનો ઉછેર થયો હતો પણ જયારે પણ તેને શહેર જવું પડતું ત્યારે તે થિયેટર માં જતા હતા. બાળપણ થી જ અમિતાબ બચ્ચન ની ફિલ્મો ખુબ ગમતી ત્યાર થી તેને અભિનેતા બનવાનું સપનું જોવાનું ચાલુ કર્યું હતું.
દિલ્હી માં રહેતા અને થિયેટર કરતા ત્યારે મનોજ બાજપેયી ને દેશની પ્રખ્યાત અભિનય શાળા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં પ્રવેશ મળ્યો ન હતો. તેઓ ને ત્રણ વખત રિજેક્ટ કરવામાં આવ્યા હતા. હું સુસાઇટ ની ખુબ જ નજીક હતો.
આ કારણે મારા મિત્રો હંમેશા મારે સાથે સુતા અને મને ક્યારેય એકલો છોડતા ના હતા. અને તેઓ મને આગળ વધતા રહેવાની પ્રેરણા આપતા હતા. એ જ વર્ષે હું એક દિવસ ચાની દુકાન પર હતો. ત્યારે તિગ્માંશુ તેની ખટારા સ્કૂટર સાથે મને શોધતો આવ્યો હતો.
શેખર કપૂર મને એની ફિલ્મ બેન્ડિટ ક્વીન માં મને એક રોલ આપવા માંગતા હતા. ત્યારે મને મનમાં લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે મુંબઈ શિફ્ટ થઇ જવું જોઈએ.
મુંબઈ આવ્યા પછી તે અન્ય પાંચ લોકો સાથે એક ચાલીમાં રહેતો હતો. તે સતત કામ શોધયા કરતો હતો પરંતુ તેને કોઈ અભિનય મળતો ન હતો તેને સંઘર્ષ ના શરૂવાત ના દિવસો વિશે કહે છે કે એક વાર તો આસિસ્ટન્ટ નિર્દેશકે મારો ફોટો પણ ફાડી નાખ્યો હતો.
અને તે જ દિવસે 4 પ્રોજેક્ટસ પણ મારા હાથમાંથી લઈ લેવામાં આવ્યા હતા. જયારે મેં પહેલો શોટ પૂરો કર્યો ત્યાર બાદ મને ગેટ આઉટ પણ કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે મારો ચહેરો આઇડલ હીરો જેવો નહોતો તેઓએ વિચાર્યું કે હું ક્યારેય મોટા પડદે પહોંચી શકું નહિ.
આ સમયે મારી પાસે ભાડું ચૂકવવા ના પણ પૈસા નહોતા અને એક વડાપાંવ ખરીદવું પણ મારા માટે બોવ મોંધુ હતું. પરંતુ મારા પેટ ની ભૂખ મારી સફળતા ની ભૂખ ને મિટાવી શકી નહિ.
ચાર વર્ષ ના સંઘર્ષ પછી તેને મહેશ ભટ્ટ ની એક ટીવી સિરિયલ સ્વાભિમાન માં ભૂમિકા મળી હતી. મને દરેક એપિસોડ માટે 1500 રૂપિયા મળતા હતા. આ મારી પહેલી રેગ્યુલર આવક હતી.
ત્યારબાદ મારુ કામ ગમ્યું અને મને ફિલ્મોની અંદર પ્રવેશ મળ્યો હતો. સત્યા નામની ફિલ્મ માં કામ મળ્યું હતું. આ પછી ક્યારેય મનોજ વાજપેયી એ પાછળ ફરીને જોયું નહિ અને એક પછી એક સફળ ફિલ્મ પછી સફળતા તરફ આગળ વધ્યો.
0 Comments