તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હરીશ શાહનું અવસાન થયું છે. આજે સવારે 6 વાગ્યા આસપાસ તેમનું નિધન થયું છે. તેમના ભાઈ પાસેથી મળતી માહિતી મુજબ તે ઘણા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમની ગણના એક સારા નિર્માતા માં થાય છે.
તેની ફિલ્મો માં સમાવેશ થાય છે કલા સોના, મેરે જીવન સાથી, ધન દૌલત, રામ તેરે કિસના નામ આ ઉપરાંત તેને ઘણી ફિલ્મો દિગ્દર્શક કરી છે. તમને જણાવી દઈએ કે તે છેલ્લા ચાલીસ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં હતા.
આ ઉપરાંત તેને કેન્સર પર આધારિત શોર્ટ ફિલ્મ કેમ મી નિર્માણ પણ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે.
તેને પોતાની કારકિર્દીની શરૂઆત 1968 માં આનંદ દત્ત નિર્દેશિત ફિલ્મ દિલ ઓર મોહબ્બત થી કરી હતી. આ ફિલ્મમાં તમને જોવા મળે છે અશોક કુમાર, જોય મુખર્જી અને શર્મિલા ટાગોર.
ત્યાર બાદ તેને મેરે જીવન સાથી, કલા સોના જેવી ફિલ્મો બનાવી હતી. ઋષિ કપૂર, નીતુ સિંહ અને પ્રાણ દ્વારા 1980 માં બનેલી એક ફિલ્મ ધન દોલતથી દિગ્દર્શકની શરૂઆત તેણે કરી હતી.
ત્યાર પછી ધર્મેન્દ્ર, કરણ કપૂર અને શત્રુઘ્ન સિંહાની ફિલ્મ જલજાલા નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત તમને રેખા, મિથુન ચક્રવર્તી ની ફિલ્મ અબ ઈન્સાફ હોગા પણ નિર્દેશન કરી હતી.
2003 માં સની દેઓલ, તબ્બુ, રીમા સેન અને અમરીશ પુરીની ફિલ્મ જલા ધ ટ્રેપના નિર્માણ પછી ફિલ્મ થી દૂર થઈ ગયા હતા. અને તે હોટેલના બુસીનેસ માં જંપલાવ્યું હતું.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિના થી આપણે ઘણા બોલિવૂડ જગતના સ્ટાર્સ ગુમાવ્યા છે જેમ કે ઋષિ કપૂર, ઇરફાન ખાન, વાજિદ ખાન, યોગેશ, સુશાંત સિંહ રાજપૂત.
0 Comments