• હાલમાં કોરોના દર્દીઓને સજા સર્વ માટે ડોકટરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સારવાર કરનાર ડોક્ટર પણ અસરગ્રસ્ત થયા છે. આજે 1 જુલાઈ ડોક્ટર ડે નિમિતે પંજાબની લેડી ડોક્ટર સુનિતા કમ્બોજ વિશે માહિતી તમને આપીયે.
  • સુનિતા એ કરેલા સારા માટે તેને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને પોલીસે દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સુનિતા કમ્બોજ સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહી છે. તે સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં રોજ 58 કિ.મી. દૂર થી આવે છે.
  • આ ઉપરાંત ક્યારેક તો રાતે 12 વાગે ઘરે જાય છે. કારણકે તેના માટે તેમની ફરજ કરતા કૈં પણ વિશેષ નથી. સુનિતા સાથે વાત કરતા તેને કહ્યું હતું કે મને ખુશી છે કે હું મહામારી માં લોકોની સેવા કરવામાં સક્ષમ છે.
  • આ ઉપરાંત તેને કહ્યું હતું કે મારા માટે મારી ફરજ ખુબ જ અગત્યની છે. હાલમાં ચાલી રહેલી મહામારીમાં દર્દીની ડ્રેસિંગ, સેમ્પલિંગ, ફિલ્ડ વર્ક ખબૂ જ મુશ્કેલીનું કામ છે.
  • આવી જ રીતે ડૉક્ટર શોભના બંસલ છેલ્લા ચાર મહિનાથી જાલંધર જિલ્લા ની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી છે.
  • તેને કહું હતું કે માર્ચ મહિના માં તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. ત્યાર બાદ કામકાજ અને ઓફિસના સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને કામ કરવાની સાથે વધારે કાળજી લેવી. ફરજ અને કામકાજ બધું મેનેજ કરે છે.
  • જલંધર સિવિલ હોસ્પિટલના લેબોરેટરી ઇન્ચાર્જ ડો.સતીન્દર કૌર લગભગ 15 કલાક કામ કરે છે. અને 20 હજારથી વધુ લોકોના નમૂનાઓ પરીક્ષણ અને પેકિંગ બાદ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. તે હંમેશા જીવના જોખમે ફરજ પ્રત્યે નિષ્ટવાન છે.
  • આ છે ડૉક્ટર રાજેશ અને ડૉક્ટર રોહિત જે જલંધરમાં દર્દીઓને શોધે છે અને કોરોના ના સંપર્ક માં આવેલા લોકોના સેમ્પલ લે છે. પંજાબમાં આ બને ડોક્ટરો ના લોકો વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ બંને ડોક્ટરો ઘણા દિવસોથી પોતાના ઘરે પણ નથી ગયા.
  • આ ડોક્ટરો રાત-દિવસ પોતાની સેવા કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ થી ફોને આવતા દૂર દૂર સુધી સેમ્પલ લેવા પોંહચી જાય છે. ધન્ય છે આવી ડોક્ટરો ની સેવા ને.જે દર્દીઓની 24 કલાક નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.