ભારત સરકાર તરફ થી ચીન ને વધુ એક ફટકો હવે ભારત ના હાઇવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ નહિ થઇ શકે. મળતી માહિતી મુજબ, ભારત સરકારે ચાઈનીઝ રોકાણકારોને માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં રોકાણ કરતા અટકાવવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી એ હાલમાં જણાવ્યું હતું કે ચીની કંપનીઓને હાઇવે ને લગતા કોઈ પણ પ્રોજેક્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહિ.
આ ઉપરાંત, ચાઈનીઝ કંપની ભારતીય અથવા અન્ય કંપની સાથે જોડાઈ ને બોલી લગાવે તો પણ તેનો સમાવેશ કરવામાં આવશે નહિ. તેને બાકાત કરવામાં આવશે.
આ ઉપરાંત નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારત સરકાર સુનિશ્ચિત કરશે કે ચીની રોકાણકારોને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જેવા વિવિધ ક્ષેત્રોની અંદર આજ થી હોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની મંજૂરી ન મળે.
ભારત સરકાર હવે ભારતીય કંપનીઓને જ હાઇવે પ્રોજેક્ટસ આપવાનું વિચારી લીધું છે. ભારતીય કંપનીઓ ને આ પ્રોજેક્ટ મળે તે માટે નિયમોમાં રાહત આપવામાં આવશે. આ બાબતે નીતિન ગડકરીએ જણાવ્યું કે આપણા દેશ ની કંપનીઓ ને નિયમો માં થોડીક રાહત આપવામાં આવશે.
જેથી તેઓ મોટા પ્રોજેક્ટસ પર બોલી લાગવા યોગ્ય બની શકે. તેથી ગડકરી એ તેની હાઇવે સેક્રેટરી, ગિરિધર અરમાને અને એન. એચ.આઈ. ના અધ્યક્ષ એસ.એસ. સંધુ ને તેની કંપનીઓને તકનીકી અને નાણાકીય નિયમીમાં છૂટ આપવા માટે એક અગત્યની બેઠક યોજવાનો પણ નિર્ણય કર્યો છે. જેથી તેઓ આ કામ માટે યોગ્ય થઇ શકે.
હાલ ની અંદર ઘણી બધી ચીની કંપનીઓ પણ ઘણા પ્રોજેક્ટસમાં પોતાની ભાગીદારી છે. ગડકરીના કહ્યા અનુસાર સરકારે હવે સરકારે નિર્ણય લીધો છે કે જો કોઈ હાલની અથવા ભાવિ સંયુક્ત સાહસ માં ચીની કંપનીઓ છે. તો તેમનું ટેન્ડર પાછું ખેંચી લેવામાં આવશે. અને તેને બાકાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આની પહેલા ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપની બીએસએનએલ ના 4 જી અપગ્રેડ માટે અપાયેલ ટેન્ડર રદ કર્યું છે. કારણકે આ કંપનીમાં એક ચીની કંપની પણ ભાગીદારી હતી.
થોડા દિવસ પહેલા ભારત સરકારે કુલ 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે. આ એપ્લિકેશન મદદથી ચીની કંપનીઓ ભારત માંથી ખુબ જ રૂપિયા કમાતા હતા. અને જેના ફોન માં હશે આ એપ્લિકેશન તે પણ વર્ક કરતી બંધ કરી દીધી છે.
ભારત સરકારે લડાખ બોર્ડર પર હિંસક અથડામણ બાદ આ કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ચીન સાથેની હિંસક અથડામણ માં આપણા દેશના કુલ 20 સૈનિકો શહિંદ થયા હતા.
આ અથડામણ ચીને શરૂ કર્યું હતું અને હજી પણ ચીન સરહદ પર તનાવ ભર્યું વાતાવરણ રાખવા માટે સૈન્ય સંખ્યા વધારી રહ્યો છે. તેમના આ વલણ ને જોતા સરકારે ચાઈનીઝ કંપનીઓ પર પ્રતિબંધ મુકવાનું શરૂ કર્યું છે.
સરકારના આ નિર્ણય થી તમે સહમત છે. અમને કોમેન્ટ માં જણાવો.
0 Comments