કાશ્મીરમાં ભારતીય સૈનિકો અને આતંકવાદી વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. આ અથડામણ દરમિયાન ઝારખંડના સીઆરપીએફ જવાન કુલદીપ ઓરાઓનનો આજે શહીદ થયા છે. તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ વીર જવાન ને સાહેબગંજમાં તેમની માતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો છે. આ હ્રદયદ્રાવક ની એક ઝલક જોવા માટે સેંકડો લોકો આવ્યા હતા.
આ દરમિયાન બધા લોકો ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના ના નારાઓ લગાવી રહ્યા હતા. આ જવાન 118 મી બટાલિયનમાં પોસ્ટ હેડ કોન્સ્ટેબલ ની ફરજ પર હતા.
શહીદ કુલદીપ ની ડેડબોડી ને હેલિકોપ્ટર દ્વારા સાહિબગંજ તેમના ગામ લાવવામાં આવી હતી. આ જવાના ના મૃતદેહ ને રાત્રે નવ વાગ્યે તેનું જૂનું ઘર આઝાદ નગર લઈ જવામાં આવ્યો હતો.
કુલદીપ ના પિતા ને આરપીએફ કમાન્ડરે ફોન કર્યો હતો અને આ બનાવ અંગે માહિતી આપી હતી. પુત્રના શહીદ ના સમાચાર સાંભળતા પિતાની આંખોમાં આંસુ વહી રહ્યા હતા.
આ ઉપરાંત તેમને કહ્યું હતું કે મને ગર્વ છે મારા દીકરા પર. મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે કુલદીપ ના પિતા ઘનશ્યામ ઓરાઓન પણ સીઆરપીએફમાં રહી ચૂક્યા છે.
તેમના પિતા જણાવ્યું હતું કે તેની વહુ કોલકાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે. કુલદીપ ની ફેમિલી માં બે નાના બાળકો છે. તેમના પિતાએ કહ્યું હતું કે મને ગર્વ છે માર પુત્ર પર. જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવ નું બલિદાન આપ્યું.
તેના પિતા અને તેના ભાઈ સાહેબગંજમાં રહે છે. તેમના ભાઈએ જણાવ્યું હતું કે પોતાના ભાઇને ગુમાવવાનું દુઃખ છે અને ગૌરવ પણ છે કે તે ખુબ જ બહાદુર હતો.
કુલદીપના પિતા વોર્ડ 28 ના કાઉન્સિલર પણ છે. તેમને જણાવ્યું હતું કે સરકારે આતંકવાદીઓ ની હાલમાં ચાલી રહેલી ઘટનાઓથી બોધપાઠ લેવો જોઈએ. અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ખુબ જ આકરા પગલાં લેવા જોઈએ.
તેમના પિતાએ કહ્યું હતું કે કુલદીપ નાનપણથી જ સૈન્ય માં જોડાવા માંગતો હતો. તે હંમેશા કહેતો હતો કે હું પણ મારા પિતાની જેમ સીઆરપીએફમાં જોડાવા માંગુ છું અને દેશની સેવા કરવા માંગુ છું. જ્યારે તેની પસંદગી સીઆરપીએફમાં થઈ ત્યારે તે ખૂબ જ ખુશ હતો.
0 Comments