આપણા દેશમાં લોકડાઉન પછી અનલોક માં ધીરે ધીરે બધું ખુલ વા લાગ્યું છે. પરંતુ હજી ઘણી જગ્યા એ ફસાયેલા મજૂરો તેના વતન પહોંચી શક્યા નથી. બોલિવૂડ ના પ્રખ્યાત અભિનત્રી સોનુ સુદ આવા લોકો ને સતત મદદ કરી રહ્યા છે.
સોશ્યિલ મીડિયા ના માધ્યમથી લોકો સોનુ સુદનો સંપર્ક કરી છે. સોનુ સુદ તેમને તેમના ઘરે મોકલી રહ્યો છે.
આવી જ ઘટનાઓ રોજ ને રોજ બનતી હોય છે. એવી જ એક ઘટના તમને જણાવી રહ્યા છીએ. ટ્વિટર ના માધ્યમથી એક વ્યક્તિએ સોનુ સુદ ને તેના ગામ પહોંચવામાં મદદ માંગી હતી.
આ વ્યક્તિએ ટ્વિટ માં લખ્યું હતું કે તે મુંબઈ માં રહે છે અને ઉત્તરપ્રદેશ ના જૈનપુર જિલ્લામાં પોતાના વતન જવા માંગે છે. વ્યક્તિની ટ્વિટ ના સોનુ સુદનાં જવાબથી દરેક લોકો ના દિલ જીતી લીધા છે.
સોનુ સુદ ને ટ્વિટ માં ટેગ કરતા આ વ્યક્તિએ લખ્યું હતું કે હેલો સર મારુ નામ રંઘાની પ્રજાપતિ છે. ત્રણ મહિનાથી હું અને મારો પરિવાર મુંબઈ માં ફસાયેલા છીએ. બધું કામ પણ અટકી ગયું છે અને હવે મારી પાસે પૈસા પણ રહ્યા નથી.
હવે અમે અમારા ગામ જૈનપુર જવા માંગીએ છીએ. જે યુપીની અંદર આવેલું છે. તેમને કહ્યું હતું કે, હું , મારી પત્ની અને ત્રણ બાળકો છે મારે. હાલમાં પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે મારી. હવે ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ થઇ રહ્યું છે અમને મહેરબાની કરી ને મદદ કરો.
आपके नाम में राम भी है और धनी भी ..तो काहे चिंता करते हो रामधनी। आपको और आपके परिवार को घर पहुँचा देंगे। दो दिन पहले बोले होते तो अभी घर पर होते। करते हैं कुछ ❣️ https://t.co/kvyGP1XgOx
રામઘની ના આ ટ્વિટ દરમિયાન સોનુ સુદે જવાબ આપતા લખ્યું હતું કે તમારા નામ માં રામ છે અને ધની પણ છે. તો પછી તમે ચિંતા શું કરી રહ્યા છો. તમને અને તમારા પરિવારને ઘરે સહી સલામત પહોંચાડી દેવામાં આવશે.
જો તમે બે દિવસ પહેલા મને વાત કરી હોત તો અત્યારે તમે તમારા ઘરે પહોંચી ગયા હોત. ચાલો હું તમારું ઘરે પોંહચાડવાનું કરું છું.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પેહલા જ તેના ચાહકો સોનુ સુદ ને ભારત રત્ન આપવો જોઈએ તેવું કહી રહ્યા હતા. સોનુ સુદ હંમેશા નિઃસહાય લોકોની મદદ કરે છે. તેના ચાહકો કોરોના વાયરસ થી પ્રભાવિત લોકોને શક્ય તેટલી મદદ પણ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સોનુ સુદ છેલ્લા 3 મહિના થી સતત મજૂરો અને વિધાર્થીઓ ને ધારે પહોંચાડવા મદદ કરી રહ્યો છે. તે ખુબ જ સારું કામ કરી રહ્યો છે. ખુબ જ સારી વાત છે કઈ પણ સ્વાર્થ વાર લોકોની મદદ કરવી.
0 Comments