• કોરોના વાયરસ કેસો માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ ના લક્ષણો વિશે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં જ એક નવો ખુલાસો થયો છે. કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. 
  • હાલમાં વિશ્વના હજારો વૈજ્ઞાનિકો સંશોધન માં કામ કરી રહ્યા છે. 230 કરતા વધારે વૈજ્ઞાનિકો એ શોધ્યું કે હવામાં કોરોના વાયરસના નાના નાના કણો હવામાં પણ જીવંત રહે છે. અને લોકોને ચેપલગાડી શકે છે.
  • આની પહેલા ડબ્લ્યુએચઓ જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ચેપ હવામાં નથી ફેલાતો. તેમને જણાવ્યું હતું કે આ વાઇરસ થુંક માં રહેલા ખુબ જ નાના કણો ના કારણે ફેલાય છે. 
  • આપણા શરીરમાંથી આ નાના કણો કફ, છીંક, અને બોલે છે તે દરમિયાન બીજા વ્યક્તિ ના શરીરમાં પ્રવેશ કરે છે. ડબ્લ્યુએચઓ નું કહેવું છે કે આ કણો ખુબ હલકા નથી કે હવાના માધ્યમથી ફેલાય. આ કણો ભારે હોવાથી જમીન પર પડે છે. 
  • હાલમાં ન્યુ યોર્ક ના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે આ વાઇરસ હવા દ્વારા ફેલાય છે. આ ઉપરાંત તેમને ડબ્લ્યુએચઓ સંસ્થાને સુધારો કરવા માટે પણ કહ્યું હતું.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ વાઇરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5 લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. અને વિશ્વભરમાં 1 કરોડ કરતા વધારે કેસ નોંધણા છે. હાલમાં વિશ્વમાં આ વાઇરસના કેસ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. 
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે રશિયા પાછળ છોડી ભારત ત્રીજા ક્રમે ચેપગ્રસ્ત દેશો માં પોહચી ગયું છે. ભારતમાં આ વાઇરસનો ચેપ અત્યાર સુધીમાં 6 લાખ 93 હજાર પર પોંહચી ગયો છે. અને 19 હજાર લોકોના મોત નિપજ્યા છે.
  • વિશ્વમાં કોરોના વાયરસના કેસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ન્યુ યોર્ક ના વૈજ્ઞાનિકો એ જણાવ્યા અનુસાર જો આ વાઇરસ હવાથી ફેલાવાનો દાવો સાચો છે તો ખુબ જ ચિંતા વધી શકે છે. 
  • હાલમાં આ વૈજ્ઞાનિકો ડબ્લ્યુએચઓ ને પત્ર ના માધ્યમથી જણાવ્યું હતું. કે મારી પાસે પુરાવાઓ પણ છે. આ વાઇરસના નાના કણો હવામાં તરતા રહે છે. અને બીજા લોકોને ચેપ લગાડી શકે છે.
  • હાલમાં આ દાવા અંગે ડબલ્યુએચઓ પાસે જવાબ માંગ્યો છે. ડબલ્યુએચઓ એ હજી પણ આનો જવાબ આપ્યો નથી. ડબ્લ્યુએચઓએ કીધું હતી કે જે પુરાવો ઓ મળ્યા છે તેના પર સંશોધન કરી રહ્યા છીએ અમે.