• સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ દિલ બિચારાનું ટ્રેલર હાલમાં રિલીઝ થઈ ગયું છે. સુશાંત ના ચાહકો દિલ બેચાર ફિલ્મ ના ટ્રેલર ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર જોઈને ધીરજ ના ફળ મીઠા હોઈ છે. તે કહેવત સાચી સાબિત થાય છે. 
  • આ ટ્રેલર જોઈને તમે અનુમાન પણ લગાવી શકો છો કે સુશાંત અભિનય ને લઇ ને કેટલો સિરિયસ હતો. આ ઉપરાંત, ટ્રેલર માં તેનું પાત્ર સીધું જ હૃદય ને સ્પર્શે કરી જાય છે. આ ફિલ્મ ની અંદર સુશાંત અને સંજના સાંધી મુખ્ય પાત્રમાં ભજવી રહ્યા છે 
  • આ ઉપરાંત આ ફિલ્મ માં સૈફ અલી ખાન અને સ્વસ્તિકા મુખર્જી પણ છે. આ ફિલ્મ નું દિગ્દર્શન સુશાંત ના ખાસ મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા કરી રહ્યા છે.
  • મળતી માહિતી મુજબ, આ ફિલ્મ પ્રખ્યાત લેખક જોન ગ્રીન ની નવલકથા પરથી લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 8 મી મે ના રોજ રિલીઝ થવાની હતી. 
  • પરંતુ લોકડાઉંન ને કારણે રિલીઝ થઈ ન હતી. હવે આ ફિલ્મ 24 જુલાઈ ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પલ્સ હોટસ્ટાર પર રિલીઝ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે સુશાંતની આ છેલ્લી ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર સબસ્ક્રાઇબર અને નોન-સબ્સક્રાઇબર બંને લોકો તેનો લાભ લઈ શકે છે.
  • ચાલો આપણે જોઈએ આ ટ્રેલર તેની સાથે જોડાયેલી થોડીક રસપ્રદ વાતો.
  • આ સુશાંત ની છેલ્લી ફિલ્મ છે. તેથી તેના ચાહકો તેની સાથે સંકળાયેલા છે. તેથી આ ફિલ્મ સુશાંતના ચાહકો માટે ખાસ બની જાય છે. એમાં કોઈ શંકા નથી કે આ ટ્રેલર ચાહકો ના હ્ર્દય માં ઉતરી ગયું છે.
  • આ ટ્રેલર માં સુશાંત પર થી આખો હટાવવાનું નામ લેતી નથી અને વારંવાર જોવાનું મન થઇ છે ચાલો હવે જોઈએ કે 'દિલ બેચરા' ની ટ્રાયલ જોઈને લોકોએ શું કહ્યું.તમને જણાવી દઈએ કે આ ટ્રેલર ખુબ જ લોકોએ જોયું હતું અને સૌથી વધુ જોવાનો રોકોર્ડ પણ બનાવ્યો છે.
  • તમને જણાવી દઈએ કે સુશાંત એ 14 જૂન ના રોજ તેના ફ્લેટ માં આપઘાત કરી લીધી છે. તેની આત્મહત્યા પછી લોકો અને તેના ચાહકો સીબીઆઈ તપાસ ની માંગ કરી છે અને પોસ્ટમોર્ટમ માં ખુલાસો થયો હતો કે સુશાંત નું મોત ગૂંગળામણના કારણે થયું છે.
  • અને તેની સાથે જ બોલિવૂડના કેટલાક કલાકારોએ નેપોટિઝ્મ અને જૂથવાદ વિશે સોશ્યિલ મીડિયા પર મંતવ્યો જણાવ્યા હતા. આ ઉપરાંત, તેના ઘણા ચાહકો એવી માંગ કરી રહ્યા છે કે સુશાંત ની આ છેલ્લી ફિલ્મ મોટા પડદે રજૂ થવી જોઈએ. જેના કારણે દરેક લોકો આ જોય શકે. 
  • તમને આ ટ્રેલર કેવું લાગ્યું કોમેન્ટ કરી ને જણાવો.