ભારત માં કોરોના ના કેસ માં સતત વધારો થઇ રહ્યો છે. વધી રહેલા કેસ ની વચ્ચે એક સારા સમાચાર આવી રહયા છે. ભારત માં કોરોના ની રસી કોવેક્સિન 15 ઓગસ્ટ એ શરૂ થવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે આ રસી ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે તેને આઈસીએમઆર અને ભારત બાયોટેક દ્વારા લોન્ચ કરવામાં આવશે.ભારત માં કોરોના ના કારણે અત્યાર સુધી માં 18 હજાર થી વધારે લોકોનું મોત થયું છે.
હૈદરાબાદ ની ફાર્મા કંપનીએ ભારત બાયોટેક કોરોનાની પહેલી રસી બનાવી છે. આઈસીએમઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ સાથે મળી ને આ દવા બનાવી છે.
ડ્રગ કન્ટ્રોલર જનરલે કોવાક્સિન ને માનવ પરીક્ષણ ની પણ મંજૂરી આપી દીધી છે. તેની ટ્રાયલ 7 જુલાઈ થી ચાલુ થશે.
મળતી માહિતી મુજબ, જો આ પરીક્ષણ સફળ રહેશે તો કોવોક્સિન લોન્ચ થઇ શકે છે અને ટૂંક સમય માં આ રસી બજારમાં પણ આવી શકે છે. આઈસીએમઆર અને એઇમ્સ ના ડોક્ટરો ને આ રસીથી ખુબ જ વિશ્વાસ રહેલો છે.
તમને જણાવી દઈએ કે હૈદરાબાદ ની ફાર્મા કંપની ભારત બાયોટેક દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. આ કંપનીએ અગાવ પણ પોલિયો, હડકવા, રોટા વાઇરસ, જાપાની એન્સેફાલીટીસ, ચિકનગુનિયા અને ઝીકા જેવા રોગોની વાયરસ ની રસીઓ બનાવી છે.
રસી ને હૈદરાબાદ ના જિનોમ વેલીમાં બીએસએલ 3 ઉચ્ચ કન્ટેનમેન્ટ ફેસિલિટી માં કરવામાં આવ્યું હતું.
ભારત ના ડ્રગ કન્ટ્રોલર જનરલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ માનવીય પરીક્ષણ નું પહેલા અને બીજા તબક્કા માટે મંજૂરી આપી દીધી છે.
કોરોના માટે ની આ પહેલી રસી છે. જે આપણા દેશમાં બનાવવામાં આવી છે. રસી ઉત્પાદક ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. એલ્લા એ કહ્યું હતું કે અમારી સંશોધન ટિમ એ એક પણ દિવસપણ આરામ કાર્ય વગર સતત કામ કરી રહી છે. અમને આશા છે કે અમારી મહેનત રંગ લાવશે.
ભારત બાયોટેક જણાવીયા અનુસાર, પૂર્વ ક્લિનિકલ પરીક્ષણોમાં રસી ના પરિણામો સારા રહ્યા છે. ભારત બાયોટેક સિવાય ભારત માં બીજી પાંચ ફાર્મા કંપનીઓ રસી ઉત્પાદનમાં રોકાયેલી છે. તે પોતાનો ફાળો આપી રહ્યા છે.
0 Comments