• દર વર્ષે અષાઠ મહિનાની પૂર્ણિમા ના દિવસે દેશભર માં ગુરુપૂર્ણિમા નો તહેવાર ઉજવાય છે. હિન્દૂ ધર્મ માં એવી માન્યતા છે કે આ દિવસે ગુરુ અને ઇષ્ટ દેવની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 5 જુલાઈ રવિવાર ના રોજ છે.
  • સૌથી મહત્વ ની વાત એ પણ છે કે ગુરુપૂર્ણિમા દિવસે જ ચન્દ્રગ્રહણ પણ છે. 5 જુલાઈ નું આ ચંદ્રગ્રહણ દક્ષિણ એશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. આપણે ગુરુપૂર્ણિમા વિશે વધુ જાણીયે. હિન્દૂ માન્યતાઓ પ્રમાણે ગુરુપૂર્ણિમા નું ખુબ જ મહત્વ છે.
  • આપણે જાણીયે ગુરુપૂર્ણિમા ઉત્સવ પૌરાણિક મહત્વ શું છે?
  • બધા જ ધર્મ ની અંદર ગુરુ ને સૌથી મોટું સ્થાન છે. ગુરુ ને હંમેશા વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દૂ ધર્મ માં પણ ગુરુ નું સ્થાન સર્વોચ્ચ છે. તેથી જ ગુરુપૂર્ણિમા ના દિવસે લોકો ગુરુ ની પૂજા કરે છે અને તેમની તરફ થી આશીર્વાદ પણ મેળવે છે.
  • ગુરુપૂર્ણિમા વિષે ઘણી પૌરાણિક માન્યતા પણ છે. તેમાંથી એક માન્યતા એવી છે કે ઋષિ વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. જેમને મહાભારત ની રચના કરી હતી. તેથી ભારત ના ઘણા ની અંદર આ દિવસ ને વ્યાસ પૂર્ણિમા તરીકે પણઓળખવામાં આવે છે. અને ઋષિ વેદ વ્યાસ ની પૂજા કરવામાં આવે છે.
  • ભારત માં આ તહેવાર ખુબ ઉત્સાહ થી ઉજવાય છે. આ ઉપરાંત ઘણા લોકો આ દિવસે તેમના ગુરુ , ઇષ્ટ અને આરાધ્ય દેવની પૂજા પણ કરે છે.
  • હિન્દૂ ધર્મ ના ગ્રન્થો જણાવે છે કે ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે. આપણા ધર્મ માં ગુરુ ને ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) કરતા મોટા છે. એવું કહેવામાં આવે છે કે દરેક ના જીવનકાળ દરમિયાન એક ગુરુ તો હોય જ છે.
  • જે તેને અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવે છે. પ્રાચીન કાળ થી ગુરુપૂર્ણિમા નું ખુબ જ મહત્વ છે. ગુરુકુળ ના સમય માં તમામ વિધાર્થી ગુરુ ની પૂજા કરતા હતા. એવું કહેવાય છે કે ગુરુ પ્રત્યે શિષ્ય નો આદર એજ સાચી ગુરુદક્ષિણા માનવામાં આવે છે.
  • ગુરુપૂર્ણિમા ના દિવસે ઉત્તરપ્રદેશમાં ગોવર્ધન પર્વત ની ફરતે ફરવાનો ચલણ છે. આ દિવસે લોકો નદી અને તળાવમાં સ્નાન પણ કરે છે. ગુરુપૂર્ણિમા ના દિવસે તે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. 
  • આ દિવસે દેશભર માં ઘણા મંદિરો માં વિશેષ પૂજા અર્ચના કરવાની પ્રથા છે. શાળાઓ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિધાર્થીઓ તેમના શિક્ષકો ને સન્માન પણ આપે છે. આ રીતે ગુરુ પૂર્ણિમા નું હિન્દૂ ધર્મ પરંપરા અને ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ મહત્વ છે.
  • જ્યોતિષો અને નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુરુપૂર્ણિમા પર ધનુરાશિ ના ચંદ્ર, પૂર્વાષાદ નક્ષત્ર અને શુભ યોગ બની રહ્યો છે. જેથી આ દિવસ ખુબ જ શુભ રહેવાનો છે. આવી સ્થિતિ માં જો આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો સફળતા મળશે.
  • તમને જણાવી દઈએ કે, ગુરૂપુજન માટેનો શુભ સમય કર્ક લગ્ન માં સવારે 7:36 થી 11:10 મિનિટ સુધી નો છે. આ ઉપરાંત જો બપોર પછી કરવું હોઈ તો તે 3:2 મિનિટ થી 5:18 મિનિટ સુધી શુભ રહેશે. અને સાંજે પણ ગુરુ પૂજન કરવું હો તો તે સમય 6:6 મિનિટ રહું 8:23 મિનિટ સુધી રહેશે.