પાણી પુરી, ગોલ ગપ્પ અલગ અલગ નામ થી લોકો બોલે છે. પાણી પુરી નો સ્વાદ થોડો ઘણો બધાનો સરખો હોય છે. લગભગ દરેક લોકો ને પાણી પુરી ભાવતી જ હોય છે. ભારતમાં તમે કોઈ પણ મોટી જગ્યા પર જાવ તો તમને પાણીપુરી તો જુવો છો.
કોરોના વાયરસ ના કારણે પાણી પુરી બહાર મોસ્ટ ઓફ મળતી નથી. અને મળે છે તો લોકોને સાથ ના સ્પર્શ ના કારણે બીક પણ લાગે છે. સૌથી અગત્યની વાત એ છે કે પાણી પુરી બનાવવા વાળો હાથ ની મદદથી પાણી ભરે છે તેના કારણે વાયરસ લાગવાનું ખતરો વધે છે.
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ગુજરાતમાં બનાસકાંઠા માં રહેતા એક વ્યક્તિએ પાણીપુરી એટીએમ બનાવ્યું છે. આ એટીએમ ની ખાસિયત એ છે કે તમે કોઈ પણ જાતના સ્પર્શ વિના પાણીપુરી લઈ શકો છો.
આ એટીએમ બીજી એક ખાસિયત એ છે કે અલગ અલગ ફ્લેવર નું પાણી પણ લઈ શકો છો. આ એટીએમ માટે તમારે ફક્ત એટીએમમાં પૈસા મૂકવાના રહશે. ત્યાર બાદ પાણી પુરી બહાર આવશે. આ ઉપરાંત એટીએમ નો ઉપયોગ કર્યા બાદ હાથ સેનિટાઇઝર પણ કરી શકાય છે.
હાલમાં સોશ્યિલ મીડિયા માં આ એટીએમ મશીન નો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ બતાવામાં આવ્યું છે કઈ રીતે આ એટીએમ કાર્ય કરે છે. અને કઈ રીતે પૈસા અંદર નાખવા. અને અલગ અલગ પાણી કૈં રીતે સિલેક્ટ કરી શકાય.
पानीपूरी (गोलगप्पे) के रसिकों के लिए आ गया है पानीपुरी का #ATM
આ મશીન બનાવતા વ્યક્તિ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે આ મશીન બનાવવા માટે 6 મહિનાનો સમય લાગ્યો છે.
Excellent CONTACT LESS Hygenic Pani Puri Machine DEVELOPED IN INDIA that works like an ATM 👏 The buttons can be easily santised. This is sure to be a hit during Corona times 👌👏 pic.twitter.com/rpZzJ2kWel
આ વ્યક્તિ નો આઈડિયા લોકો ને ખૂબ ગમ્યો હતો. અને કોરોના ના સમયમાં ગોલગપ્પા નું મશીન જોતા લોકો ખુશ થઈ ગયા છે. આ મશીન જોયા પછી લોકો શું કહી રહ્યા છે તે આપણે જાણીયે.
હાલમાં ચાલી રહેલા કોરોના ના સમયમાં આ એક ઉત્તમ મશીન છે.
0 Comments