• હાલમાં કાનપુરની અંદર મોડી રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં 8 જવાનો શહીદ થયા છે. આ જવાનો ની અંદર એક ડીએસપી પણ છે. આ અથડામણમાં ઘણા જવાનો ઘાયલ પણ થયા છે.
  • આ એક હદયદ્રાવક ઘટના બન્યા બાદ રાજ્ય પોલીસો માં હંગામો મચ્યો છે. આ ઘટના અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આની અંદર જેટલા પણ ગુનેગારો છે તેમને કડક સજા થવી જોઈએ.   
  • આ ઘટના દરમિયાન શહીદ જવાન એસ.ઓ.મહેશ યાદવે ફોન તેમના પોલીસ સ્ટેશનના એસએસઆઈને કર્યો હતો. હાલમાં તેની ખુબ જ ચર્ચા થઈ રહી છે.
  • મહેશ યાદવે ફોને માં કહ્યું હતું કે, બદમાશ લોકોએ અમને બધી તરફથી ઘેરી લીધા છે. ખુબ જ ગોળીઓ ચાલી રહી છે. આમાંથી બચવું બોવ મુશ્કેલ છે. જલ્દી જ જવાનો ની ફોર્સ મોકલો.
  • આ કોલ બાદ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આવાના કારણે ઘણા પોલીસકર્મીઓ બચી ગયા છે.
  • ખુબ જ અગત્યની વાત એ છે કે શહીદ વીર મહેશ યાદવના ના કોલ ના લીધે ઘણા પોલીસકર્મીઓ નો જીવ બચી ગયો છે.
  • કાનપુરમાં અંક ગુનાહિત ઇતિહાસ ધરાવનાર એક વ્યક્તિ વિકાસ દુબે પકડવા માટે પોલીસ બિકરૂ ગામ આવી હતી. પોલીસ આવવાની ખબર પડતા જ ત્રાસવાદીઓએ રસ્તો રોકી લીધો હતો.
  • પોલીસ દેખાતા જ ઘરની છત પરથી સતત ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે પણ તેનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન 8 પોલીસ જવાનો શહીદ થયા છે.
  • મળતી માહિતી મુજબ, ત્રાસવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા હુમલાના જવાબમાં સીઓ દેવેન્દ્ર મિશ્રા અને એસઓ મહેશ યાદવે મોરચો સંભાળી લીધો હતો. પોલીસ હુમલો કરવા પણ તૈયાર નહોતા.
  • પરંતુ આ ત્રાસવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું એટલે પોલીસે તેનો જવાબ આપ્યો હતો. આ હુમલા દરમિયાન પોલીસ ની સંખ્યા ખુબ જ ઓછી હતી. જયારે આ ત્રાસવાદીઓ ની સંખ્યા ખુબ જ વધારે હતી.
  • મળતી માહિતી મુજબ,અચાનક ગોળી વાગતા જ મહેશ યાદવ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ ત્રાસવાદીઓ તેની પીઠ પાછળના ખુબ જ ગોળીઓ મારી હતી. અને લોહીલુહાણ કરી દીધા હતા.
  • મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે 8 પોલીસ જવાનો શહીદ થયા છે જયારે અન્ય 6 પોલીસ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ પોલીસે જવાનો ને કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમને જણાવી દઈએ ઘાયલ જવાનો માં એક જવાન ની હાલત ખુબ જ નાજુક છે.
  • ઉત્તરપ્રદેશના ડીજીપી એ જણાવ્યા મુજબ, ગુનાહિત ઈતિહાસ ધરાવનાર વિકાસ દુબે પર 60 કેસ નોધાયેલા છે. થોડા દિવસ પહેલા જ કાનપુરના રાહુલ તિવારીએ વિકાસ દુબે પર કેસ નોંધ્યો હતો. આના કારણે પોલીસ તેને પકડવા માટે તેના ગામ બિકરૂમાં ગઈ હતી.