હાલમાં મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમની સારવાર મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં થઈ રહી છે. આ બધાની વચ્ચે બીજા એક સમાચાર સામે આવ્યા છે.
અનુપમ ખેરના ઘર ના લોકો પણ કોરોના પોઝિટિવ થયા. મળતી માહિતી મુજબ, અનુપમની માતા અને ઘરના અન્ય ત્રણ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અનુપમે પોતાના ટ્વિટ દ્વારા લોકોને માહિતી આપી હતી.
હાલમાં અનુપમ ની માતા કોરોના પોઝિટિવ જાણવા મળ્યું છે. આ માહિતી તેના ચાહકોને તેને આપી હતી.
આ ઉપરાંત તેને કહ્યું હતું કે તેમને કરોરના ના હળવા લક્ષણો છે. તેની માતા નું નામ દુલારી છે. તેની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અનુપમ ખેરે જણાવ્યું હતું કે તેનો ભાઈ રાજુ ખેર, તેની ભાભી અને ભત્રીજી વૃંદા પણ કોરોના પોઝિટિવ હાલમાં જાણવા મળ્યું છે. અને તેને કહ્યું હતું કે મેં પણ કોરોનાનું પરીક્ષણ કરાવ્યું હતું. તેમાં હું નેગેટિવ આવ્યો છું.
આ ઉપરાંત તેને બીએમસીને જાણકારી આપી છે. ખુબ જ જલ્દી બીએમસીની ટિમ તેના ઘરે પહોંચશે અને સેનિટાઇઝ કરશે.
આ ઉપરાંત તેને લોકોને અપીલ કરી હતી કે તેઓ પણ તેમની માતાપિતાની સંભાળ રાખે અને દર્દીઓ માટે દિવસ-રાત કામ કરી રહેલા ડોક્ટરોની પ્રશંસા કરી છે.
This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
હાલમાં મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના સંક્રમિત થયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે બંને ને આઇસોલેશન વોડ માં લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, અમિતાભની હાલત હાલમાં સ્થિર છે અને તે જલ્દીથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત જશે.
અમિતાભનું ઘર જલસા ની આસપાસનો વિસ્તાર ના લોકો ખુબ જ કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં કોરોના ના કારણે 5300 જેટલા લોકો સંક્રમિત થયા છે.આમાંથી 3614 લોકો સાજા થઈ ગયા છે. તેને રજા આપી દેવામાં આવી છે. જયારે 1145 લોકોની સારવાર ચાલી રહી છે.
0 Comments