• હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકાર અને વૈજ્ઞાનિકો સતત કોરોના વધતા કેસ રોકવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત, ઘણા વૈજ્ઞાનિકો કોરોના સામે લાડવા માટે સતત રસીનું પરીક્ષણ કરી રહ્યા છે.
  • આ બધાની વચ્ચે શનિવાર દરમિયાન ખુબ જ ખરાબ આંકડો બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રની અંદર કોરોના ના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યા 10,000 ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર માં થઈ રહેલો કોરોના ના કેસનો વધારો ચિંતાજનક પણ હતો.
  • ભારતમાં રોજ નવા નવા રેકોર્ડ કોરોના વાયરસ બનાવતો જાય છે. આ સાથે, ડેઇલી ગ્લોબલ કેસમાં ભારતનો હિસ્સો વધીને 12 ટકા થયો છે. આ માહિતી શનિવારે લેવામાં આવી હતી.
  • મળતી માહિતી મુજબ, શનિવારે મહારાષ્ટ્રના આ વાઇરસના કારણે 223 લોકોનાં મોત થયાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક 10 હજાર કરતા વધી ગયો છો. તમને જાણવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોના આ વાઇરસના કારણે મોત નિપજ્યા છે. આમા 45% જેટલો હિસ્સો માત્ર મહારાષ્ટ્ર નો જ છે.
  • હાલમાં વધી રહેલો પોઝિટિવિટી રેટ એક ચિંતાનો વિષય પણ છે. પોઝિટિવિટી રેટ બતાવે છે કે પરીક્ષણ માં કેટલા ટકા સકારાત્મક આવ્યા. 20 જૂન દરમિયાન ભારતમાં પહેલી વાર 6 ટકા વધી ગયો હતો.
  • મળતી માહિતી મુજબ, અત્યારે 7.09 ની આસપાસ છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તે વધીને 19 ટકા થઈ ગયો છે.
  • વિશ્વમાં કોરોના કેસોમાં હિસ્સો વધ્યો તે એક ચિંતાનો વિષય છે. પરંતુ તેટલું વધારે નથી. આના વિશે વિગતવાર જાણીએ તો વિશ્વની વસ્તીમાં ભારતનો હિસ્સો 17.5 ટકા રહેલો છે. એટલે કે સમગ્ર વિશ્વમાં 17.5 ટકા લોકો ભારત માં રહે છે.
  • આ બધું જોયે તો વસ્તીની ગણતરીએ કેસ ઓછો છે. આ બીજા દેશો કરતા આપણો રિકવરી રેટ સારો છે. આ એક સારી પણ બાબત છે.