હાલમાં જ જમ્મુ કાશ્મીરના સોપોરમાં વહેલી સવારે સીઆરપીએફ ના જવાનો પર આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયો છે. અને ત્રણ ઘાયલ થયા છે.
આ ઉપરાંત એક સામાન્ય નાગરિક તે રસ્તા પરથી નીકળતા તેનું મોત થયું છે. આ સમયમાં એક તસવીર સામે આવી હતી. આ તસવીર દરેક લોકોના હૃદયને સ્પર્શી જાય છે.
આતંકવાદીની ગોળી સામાન્ય નાગરિક વાગતા તે મરી ગયો. તેની સાથે એક નાનું ત્રણ વર્ષનું બાળક પણ હતું. આ માસૂમ બાળક ને જવાનોએ ગોળીઓની વચ્ચે બચાવી લીધો હતો અને આ બાળકને સલામત સ્થળે લઈ ગયા હતા.
પરંતુ આ નાનું બાળક આ દરમિયાન ખુબ જ ભયભીત થઈ ગયું અને સતત રડવા લાગ્યું. આ હૃદયસ્પર્શી ઘટના જોતા દરેક ના આંખમાંથી આસું આવી ગયા.
આતંકવાદીઓના ફાયરિંગ ના સમયમાં એક તસ્વીર સામે આવી હતી. આ તસ્વીરમાં જવાન બાળક સાથે વાત પણ કરી રહ્યો છે.
બાળકના ચહેરાની નિર્દોષતા અને તેની સાથે વાત કરનારા આ ભારતીય જવાનની તસવીર ખુબ જ હૃદયસ્પર્શી છે. ભારતીય સૈનિકોએ આ બહાદુરીનું ઉદાહરણ આપ્યું હતું.
થોડા દિવસ પેલાની અપને વાત કર્યે તો એક સીઆરપીએફ જવાન અને 5 વર્ષના બાળકની ગોળી મારીને હત્યા કરી હતી.
આ ઘટના બાદ બીજા દિવસે સૈનિકોએ તેનો બદલો લીધો હતો. આ ઘટના વાઘમાના બિજબેહરામાં બની હતી.
તમને જણાવી દઈએ કે હાલમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ખીણની અંદર ઘણા આતંકવાદીઓ માર્યા છે. સૈનિકોની કડક કાર્યવાહીથી આતંકવાદીઓ ખીણની આસપાસ રહેલા નિદોષ લોકોને મારે છે. આતંકવાદીઓ આવા નાના બાળકની હત્યા કરતા પણ અટકતા નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે ગઈ કાલે માહિતી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓ ની અંદર લગબાગ 70 હિઝબુલ મુજાહિદ્દીન, 20-20 લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ કેમ્પના હતા.
ડીજીપી દિલબાગસિંહે કહ્યા પ્રમાણે પાકિસ્તાનમાં આતંકીઓના લોંચ પેડ સક્રિય છે. તેઓ આતંકવાદીઓને અલગ અલગ રીતે ભારતમાં મોકલવાના સતત પ્રયત્ન કરતા રહે છે.
0 Comments