ચીન માં બનેલી કોઈ પણ ઉત્પાદન પર લોકો મશ્કરી કરતા હોય છે કે થોડા દિવસોમાં ખરાબ ખરાબ થઈ જશે. ચીન ની વસ્તુ લાંબી ના ટકે. હાલમાં કોરોના વાઇરસ ચીને બનાવો એવો બધા દાવો કરી રહ્યા છે. આ કેવા પ્રકારનો વાયરસ બનાવ્યો છે કે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.
આ વાઇરસ ના કેસ દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે. હાલમાં ભારતીય વૈજ્ઞાનિકો નવું સંશોધન કર્યું છે. તેને કહ્યું હતું કે ભારત માટે આવનારો સમય ખુબ જ ભયંકર બની શકે છે. તેને કહ્યું હતું કે જેમ જેમ ઠંડુ વાતાવરણ થતું જાય તેમ કેસ માં વધારો થતો જાય છે.
ચેપગ્રસ્ત અને મૃત્યુનાં આંકડામાં વધારો થઈ શકે છે. આ દાવા પછી ભારતમાં ભયંકર સ્થિતિ આવી શકે છે.ભારતીય વૈજ્ઞાનિકોએ હાલમાં હવામાન પ્રમાણે કોરોના ફેલાવાનો દાવો કર્યો છે. તેમને એવું અનુમાન લગાડ્યું છે કે ઓક્ટોબર પછી ભારતમાં કોરોના કારણે મૃત્યુ ના આંકડાઓ ઝડપી વધારો થઈ શકે છે.
સંશોધનકારોના કહ્યા મુજબ, કોઈ પણ દેશનું તાપમાન સીધું આ વાઇરસ પર અસર કરે છે. હાલમાં જે આંકડા આવી રહ્યા છે તેના ઉપરથી તારણ કાઢ્યું છે કે આવનારો સમય ખૂબ જ જોખમી થઈ શકે છે.
સંશોધનકારો જણાવ્યા મુજબ, જે દેશોમાં તાપમાન ઠંડુ છે ત્યાં કોરોના ખૂબ ઝડપથી ફેલાય છે. આના કારણે હવે ભારતમાં ઠંડુ વાતાવરણ શરૂ થશે. એટલે કોરોના ખુબ જ ઝડપથી ફેલાય શકે છે.
ભારતના સંશોધનકારો જણાવ્યા મુજબ, ઉનાળો આ વાયરસ સામે લડવાનો ઉત્તમ રસ્તો છે.ઉનાળા માં ફલૂ અને શરદી જેવી અનેક સમસ્યા ઓછી હોય છે જયારે ચોમાસામાં તેનું પ્રમાણ વધારે હોય છે.
રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીએ સાથે મળી ને આ અભ્યાસ કર્યો હતો. વિશ્વના ઘણા દેશોમાં તાપમાન અને તેમના કોરોના ચેપના ડેટાનો અભ્યાસ કર્યો હતો તેના પરથી આ માહિતી મળી હતી.
જે દેશમાં ગરમ વાતાવરણ છે ત્યાં ઠંડા દેશો કરતા ઓછો કોરોના ફેલાયો હતો. અને જ્યા ઠંડુ વાતાવરણ છે ત્યાં ઝડપથી ફેલાયો હતો.
હાલમાં આ વૈજ્ઞાનિકો અન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા પર પણ કામ કરી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે અન્ય રોગોથી પીડાતા દર્દીઓ ને આ માંદગી ઝડપથી ફેલાય શકે છે.
ઠંડા વાતાવરણ અંગે કરવામાં આવેલા દાવા પર વૈજ્ઞાનિકો હાલમાં કામ કરી રહ્યા છે. ભારતમાં અનલોકિંગ કરતા કોરોના ચેપના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આવી પરિસ્થિતિમાં ઠંડુ વાતાવરણ આપણા માટે ભયાનક બની શકે છે.
0 Comments