• હાલમાં વિશ્વમાં કોરોના વાયરસ 1 કરોડ પર પહોંચી ગઈ છે. આ રોગચાળા ને પહોંચી વળવા આખી દુનિયા માં લગભગ 120 રસી પર કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 4 રસી એવી છે જે લગભગ તેના છેલ્લા ચરણ માં છે
  • તેમાંથી 1 રસી અમેરિકા, 2 રસી બ્રિટેન માં અને 1 ચીન માં તૈયાર કરવામાં આવી રહી છે. રસી બનાવામાં ઓક્સફર્ડ યુનિવસિટી અને ઓસ્ટ્રેઝનેકા કંપની બધાથી આગળ છે. તેમની રસી એઝેડડી-122 થી દુનિયા ને ખુબ આશા છે. તેથી યુરોપ ના ઘણા દેશો એક સાથે કામ કરી રહ્યા છે. અત્યાર સુધી તે બે તબક્કા માં સફળ સાબિત થઇ છે અને હવે 800 લોકો પર તેનું પરીક્ષણ થઇ રહ્યું છે.
  • લંડન ની ઇમ્પિરિયલ કોલેજ ના પ્રખ્યાત વૈજ્ઞાનિકો પણ એક રસી પર કામ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઇમ્પીરીયલ કોલેજ દ્વારા બનાવેલી આ રસી નું આગામી અઠવાડિયામાં લગભગ 300 જેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. 
  • રસી નું માનવ પર પરીક્ષણ મંગળવારે શરૂ કરવામાં આવશે અને નાના ડોઝ આપવામાં આવશે. કોલેજ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રસી લેનાર વ્યક્તિ એકદમ સ્વસ્થ છે. પ્રાણીઓ પર પહેલા આની તપાસ કરવામાં આવી હતી અને તે સલામત હોવાનું જણાયું છે. અને જરૂરી પ્રતિરક્ષા વિકસાવવામાં સફળ રહ્યા છે. 
  • આ ઉપરાંત ઓક્સફર્ડ યુનિવસિટી એ પણ માનવ પરીક્ષણ શરૂ કરી દીધા છે. દુનિયા માં લગભગ 120 રસી પર કામ ચાલી રહ્યું છે.
  • રસી હજી બની નથી તે પહેલા જ વિશ્વભરમાં પાંચ અબજ થી વધારે ડોઝ માટે વહીવટ કરવામાં આવ્યા છે. એસ્ટ્રાઝેનેકા હમણાં જ લાખોની સંખ્યામાં ડોઝ બનાવી રહી છે. જેથી રસી ને મંજૂરી મળતાની સાથે જ તેને બજારમાં લાવી શકાય. 
  • અમેરિકન કંપનીએ 90% સફળતા નો દાવો કર્યો છે. અમેરિકન કંપની મૉડનાએ રસી બનવવાના અંતિમ ચરણ માં પહોંચી ગઈ છે. કંપની ના સીઈઓ સ્ટીફન બેન્કસેલે કહ્યા પ્રમાણે રસી જુલાઈ માં છેલ્લા ચરણનું માનવ પરીક્ષણ થશે. 
  • તેઓ ના કહ્યા પ્રમાણે 80-90% સફળતા મળવાની અપેક્ષા રાખે છે આ ઉપરાંત, બેન્કસેલે કહ્યું હતું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમેરિકન ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી જલ્દી જ અમને રસી નું માર્કેટિંગ કરવાની મંજૂરી આપશે. 
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, એક સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમને દાવો કર્યો હતો કે તેની પાસે યોગ્ય જિનોમ સિક્વન્સ છે. જે વાઇરસના એન્ટિબોડી ને તોડવામાં સફળ થઇ શકે છે.
  • આ ઉપરાંત, ચીન ની નેશનલ બાયોટેક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને અંતિમ પરીક્ષણ ની મંજૂરી પણ મળી છે. પરંતુ ગંભીર કોરોના ના લક્ષણ વાળા દર્દીઓ હવે ચીન માં નથી તેથી કંપની સંયુક્ત આરબ અમીરાત માં રસી ની તપાસ કરવા જઈ રહી છે. 
  • વૈજ્ઞાનિકો સાથે વાત કરતા તેણે જણાવ્યું છે કે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં અંતિમ પરીક્ષણ પછી તેમની રસી માન્ય કરવામાં આવશે.
  • એક અહેવાલ મુજબ, ઈમ્પિરિયલ કોલેજમાં શરૂ થયેલી અજમાયશમાં પ્રથમ થોડા સ્વયંસેવકોમાં સામેલ છે. તેને કહ્યું કે તે કોરોના સામેના યુદ્ધ માં ભાગ લેવા માંગે છે અને તે માટે તે આગળ આવી છે કેથી એ કહ્યું કે જ્યાં સુધી રસી બનાવવામાં ન આવે ત્યાં સુધી બધું પહેલા જેમ સામાન્ય ન થઇ શકે તેથી જ હું તેનો ભાગ બનવા માગું છું. 
  • આ ચરણ પછી બીજું ચરણ ઓક્ટોબર માં શરૂ થશે. જેમાં 6000 થયુ વધારે લોકો નો સમાવેશ થશે. ઇમ્પીરીયલ કોલેજ ની ટીમ યુકે માં અને આખા વિશ્વ માં 2021 ની શરૂવાત માં આ રસી ઉપલબ્ધ કરવાની આશા રાખે છે.