• હાલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલા અથડામણમાં એક વીર જવાન શહીદ થયો છે. આ હિંસક અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મળતી માહતી મુજબ, જમ્મુ-કાશ્મીર માં 370 બાદ આતંકવાદીઓ ખુબ જ ભયભીત થઈ ગયા છે. 
  • સેના અધિકારીઓ જણાવ્યા પ્રમાણે 3-4 દિવસે 2-3 આતંકવાદીઓને મારવામાં આવે છે. આ ઉપરાંત, તમને જણાવીએ કે શ્રીનગરમાં પણ હમણાં 2-3 આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. 
  • જમ્મુ-કાશ્મીર ના પોલીસ અધિકારીઓ જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 મહિનામાં 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે.
  • શહીદ થયેલા ભારતીય જવાન સુનિલ કાલે હાલમાં જ હેડ કોન્સ્ટેબલ પદવી મળી હતી. તમને જણાવી દઈએ કે સુનિલ 17 વર્ષથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પોતાની ફરજ બનાવી ચુકીયો છે.
  • બે દિવસ પહેલા જ હિંસક અથડામણમાં 2 આતંકવાદીઓ ને ઠાર મરાયા હતા. સૂત્રો દ્વારા માહતી મળી હતી કે લશ્કર એ તૈયબાના આતંકીઓ એક ઘર માં છુપાયેલા હતા. ત્યાર બાદ આ ઘરને જ ઉડાવી દેવામાં આવ્યું હતું.
  • મળતી માહિતી મુજબ, ભારતીય સેનાએ કાશ્મીરથી લગબાગ 18 કિલોમીટર દૂર ચાદુરામાં આતંકવાદીઓને મારવા માટે ગનપાવરથી આવા ઘરને ઉડાવી દીધું હતું. આ દરમિયાન બંને આતંવાદીઓ મરી ગયા છે.
  • હાલમાં જ 19 જૂનના રોજ ગતિવિધિઓ દ્વારા માહિતી મળી હતી કે હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ છુપાયા અહીં છુપાયેલા છે.બંને એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા છે.
  • 22 જૂન ના રોજ 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યાર બાદ ભારતીય ના વિરોધીઓ એ સૈન્ય ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. પરંતુ જવાનો એ તમને તબડતોબ જવાબ આપ્યો હતો. ધન્ય છે આવા વીર જવાનો ને.