જમ્મુ-કાશ્મીર ના નૌશેરા સેક્ટર માં હાલમાં પાકિસ્તાન તરફ થી થયેલા ગોળીબાર વખતે તેને પ્રતિઉત્તર આપતી વખતે શહીદ થયેલા ગોરખા રેજિમેન્ટ સૈનિક દિપક કારકી ના શવ ને મંગળવારે રાત્રે રાજઘાટ ખાતે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.
લોકો તથા તેના પરિવારજનો શહીદ ને અંતિમ માન આપવા માટે એકત્ર થયા હતા અને બધાએ તેમની શહાદત ને સલામ કરી હતી. નેપાળ માં રહેતા દિપક નો પરિવાર મૃતદેહ પહોંચે એ પહેલા જ ગોરખપુર પહોંચ્યો હતો.
પૂર્વ નિર્ધારિત સમયે દિપક કારકીના શવ ને ખાસ વિમાન દ્વારા ગોરખપુર એરપોર્ટ પહોંચી હતી. ત્યાં શવ ને બહાર નીકળતાની સાથે જ મૃતદેહ જોઈ ને તેમનો પરિવાર થતા સગાસંબંધીઓ ભાંગી પડ્યા હતા.
ગોરખપુર જિલ્લા ના રાજઘાટ ના વૈકુંઠધામ ખાતે શહીદ દિપક કારકીની અંતિમવિધિ માં હાજર દરેક વ્યક્તિ ની આખો છલકાઈ હતી.
જયારે તેમના 4 વર્ષ ના પુત્ર એંજલ કારકી એ પિતા ની ચિતા સળગાવી ત્યારે ભાગ્યે જ કોઈ એવી આખો હશે જે ભીની ન હોય. દિપક કારકી ખુબ જ બહાદુર હતો.
દિપક કારકી ની પત્ની કહ્યું કે મને મારા પતિ ની શહાદત પર ગર્વ છે. હું મારા દીકરાને પણ ભવિષ્યમાં સેનામાં મોકલીશ. શહીદ દિપક કારકી નેપાળના ભૂટવાલનો રહેવાશી હતા. તેનું માતા નું અવસાન થઇ ચૂક્યું હતું.
તેમના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રીઓ અને એક ચાર વર્ષનો પુત્ર છે. સોમવારે સવારે સૈન્ય અધિકારી દ્વારા તેમના પરિવાર ને શહાદત ની જાણ કરી હતી. લોકડાઉંન ના કારણે મૃતદેહ ને નેપાળ લઇ જવામાં આવ્યો ન હતો.
અકાળે દિપક ના મૃત્યુથી ગામના લોકોમાં પણ સન્નાટો છવાય ગયો હતો.
શહીદ દિપક કારકી ની ડેડબોડી રાજઘાટ માં પ્રવેશતા જ વાઘ વગાડવા લાગ્યું. સૈન્ય ના સૈનિકો શહીદ દિપક ના મૃતદેહ ને ખભા પર લઈને ઘાટ પર પહોંચ્યા હતા.
અહીં પહોંચ્યા બાદ પરિવાર ના સભ્યો સાથે જેઆરડી અધિકારીઓ, શહેર ના ધારાસભ્યો, સૈનિક વેલ્ફેર બોર્ડના અધિકારીઓ, ડીએમ, એસએસપી અને એડીએમ સિટીએ પુષ્પાંજલિ અર્પી હતી.
શહીદ દીપક તેની 9 અને 14 વર્ષની પુત્રી અને માત્ર ચાર વર્ષનો પુત્ર ને મૂકી ને ચાલ્યા ગયા છે. બંને પુત્રીઓની હાલત ખરાબ હતી. આટલા દુઃખની વચ્ચે પણ 14 વર્ષની પુત્રીએ કહ્યું કે તેણીને તેના પિતા પર ગર્વ છે.
0 Comments