• સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. ત્યાર બાદ થી મુંબઈ પોલીસ તેની આત્મહત્યા ના કારણો શોધવા મથી રહી છે. જો કે સુશાંત એ આત્મહત્યા કરી ત્યારે કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.
  • જેથી તે ની આત્મહત્યા નું કારણ જાણવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે સુશાંત ના મોત પછી બોલિવૂડ પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. તેથી પોલીસ બોલિવૂડ ના લોકો ની પુછપરછ કરી રહી છે.
  • મળતી માહિતી મુજબ, આ કેસ માં અત્યાર સુધી 27 લોકો ની પુછપરછ થઈ ગઈ છે. હવે તેની છેલ્લી ફિલ્મ થી બોલિવૂડ માં એન્ટ્રી કરનાર સંજના સાંધી ને પુછપરછ માટે બોલવવામાં આવી છે.
  • સુશાંત ના મૃત્યુ પછી બૉલીવુડ ની અનેક હસ્તીઓ પર આરોપ મુકવામાં આવ્યા છે. અને લોકો દ્વારા સીબીઆઈ તપાસ ની માંગ કરવામાં આવી રહી છે. આ સ્થિતિ માં મુંબઈ પોલીસ આ કેસ ની તપાસ બધા જ એન્ગલ થી કરી રહી છે. 
  • તમને જણાવીએ કે સુશાંત ના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે ત્રણ ટિમો બનાવી છે ત્રણેય ટિમો નું મુખ્ય કાર્ય સુશાંત ના મોતને હલ કરવા માટે શક્ય તેટલા પુરાવા એકત્રિત કરવાનું છે.
  • દરમિયાન સામનામાં પ્રકાશિત એક લેખમાં સાંસદ સંજય રાઉતે પણ સુશાંત વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે તેમના લેખમાં ખુલાસો કર્યો કે સુશાંત લોકસભા અને રાજ્યસભાના સભ્ય જ્યોર્જ ફર્નાન્ડિઝની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. 
  • જોકે આ બાયોપિક બનાવવામાં આવશે કે નહીં તે અંગે તેણે કોઈ પણ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે જ્યોર્જ ફર્નાન્ડિઝની ગણતરી દેશના સૌથી મજબૂત મજૂર નેતાઓમાં થાય છે. જેમણે પોતાના સમયમાં દેશની પહેલી રેલ્વે હડતાલનું આયોજન કર્યું હતું.
  • સુશાંત ની આત્મહત્યા કેસમાં પોલીસ સુશાંતના મિત્રો, પરિવારો અને પરિચિતો સહિત 27 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. 
  • આ બધા નિવેદનોમાંથી એક વાત તો ખબર પડી છે કે સુશાંત તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાનને લઈને તે ખૂબ જ ચિંતિત હતો. તેમનું માનવું હતું કે તેને બદનામ કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
  • પોલીસે એ એ અહેવાલો વાંચવાં નું ચાલુ કર્યું કર્યું જેમાં સુશાંત સિંહ રાજપુતનું નામ લીધા વિના તેના વિરુદ્ધ માં ઘણી ચીજો લખાઈ હોઈ. આ અહેવાલો માં સુશાંત ને બેજવાબદાર, આવારા અને ચરિત્રહીન સાબિત કરવાનો પ્રયાશ કર્યો. કેટલીક વેબસાઇટોએ પોલીસ સામે આવા અહેવાલો રજૂ કરવામાં મદદ કરી છે 
  • સુશાંત આત્મહત્યા ના કેસ માં સુશાંત સિંહ રાજપૂત સાથે યશ રાજ ફિલ્મ્સ સાથે ફિલ્મ કેમ બની શકી નહિ તે બહાર આવ્યું હતું. 
  • પોલીસ અધિકારીઓ એ આ વિશે સત્તાવાર કોઈ વાત કરી રહ્યા નથી. પરંતુ એક નિવેદન પ્રમાણે યશરાજ ફિલ્મ્સના પૂર્વ અધિકારીઓ આશિષ પાટીલ, આશિષ સિંહ અને હાલના કાસ્ટિંગ ડિરેક્ટર શાનું શર્મા એ ઘણું બધું કહ્યું છે. 
  • આ ઉપરાંત, નિર્દેશક શેખર કપૂર અને યશ રાજ ફિલ્મ્સ વચ્ચે સન્કલનના અભાવ ને કારણે આ ફિલ્મ બની શકી નથી એવું બહાર આવી રહ્યું છે.
  • દિલ બેચાર એ હોલીવુડ ની ફિલ્મ્સ ફોલ્ટ ઈન ઓવર સ્ટાર ઉપરથી બનાવામાં આવી છે. પહેલા આ ફિલ્મ્સ કીજી અને મૈની નામે બનાવવા માં આવી હતી. ત્યાર બાદ બદલીને દિલ બેચાર રાખવામાં આવ્યું. આ ફિલ્મ માં સુશાંત અને સંજના મુખ્ય અભિનય માં છે 
  • પોલીસ ને આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક અગત્યની વાતો જાણવા મળી છે કે 2018 દરમિયાન આ ફિલ્મ નું કેટલુંક શૂટિંગ વિદેશ માં થયું હતું. આ સમય દરમિયાન જે બન્યું તે પછી કેટલીક વેબસાઇટ્સએ સુશાંત ને નિશાન બનાવતા લેખો લખ્યા અને ત્યાર થી સુશાંત નું માનસિક સંતુલન બગડવાનું શરૂ થયું. 
  • આ ફિલ્મ નું હિન્દી રીમેક લખવા વાળા ધર્મા પ્રોડકશન ના મલિક કરણ જોહર ના ખાસ મિત્ર શશાંત કહેતાં પણ છે. ધર્મા પ્રોડકશન પર તેની જ એક ફિલ્મ મિસ્ટર લેલેના કાસ્ટિંગ કાઉચ લઇ ને અભિનેત્રી એ આરોપ મુક્યા હતો. જોકે આ ફિલ્મ હમણાં બંધ થઇ ગઈ છે. તેની કોઈ પણ સત્તાવાર જાહેરાત થઈ નથી.
  • સુશાંત ના આત્મહત્યના કારણે અનેક સવાલો ઉભા થયા છે જે હવે ધીમે ધીમે મુંબઈ પોલીસ દ્વારા ખૂલી રહ્યા છે. તેમના અવશાન પછી એક માહિતી મળી હતી કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશન થી પીડિત હોવાનું બહાર આવ્યું હતું. 
  • પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. જોકે, પોલીસ તરફથી આ કેસ અંગે દેખીતી રીતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.