• વિશ્વભરમાં કોરોના વાઇરસ નો આંકડો ખુબ જ વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસ નો આંકડો 1 કરોડ પાર થઈ ગયો છે. ભારતમાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. 
  • એક અહેવાલ મુજબ, ભારતમાં 5 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. ચીનના વુહાન શહેરથી ચાલુ થયેલો આ વાઇરસ હાલમાં વિશ્વના દરેક દેશ ઝપેટમાં આવી ગયા છે. 
  • વિશ્વની ડબ્લ્યુએચઓ જણાવ્યા પ્રમાણે વિશ્વમાં આ વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા લગભગ 10,081,540 પર પહોંચી ગયો છે. 
  • આ ઉપરાંત અત્યાર સુધીમાં આ વાઇરસના ના કારણે 5 લાખ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને વિશ્વમાં આ વાઇરસથી સાજા થવાની સંખ્યા 54 લાખ કરતા વધારે છે.
  • આ વાયરસ થી સૌથી ખરાબ અસર અમેરિકામાં જોવા મળે છે. એક અંદાજ મુજબ, અમેરિકામાં 25 લાખ લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે. સૌથી ખરાબ બાબત એ છે. અમેરિકામાં કોરોના વાયરસનો નો આંકડો ઉભો રહેવાનું નામે નથી લઈ રહ્યો. અહીં હજારો નવા કેસ દરરોજ જોવા મળે છે.
  • મળતી માહિત મુજબ, અમેરિકામાં એક દિવસ નો કોરોના નો રેકોર્ડ 40,000 છે. આ વધારા બાદ અમેરિકાની અંદર બે રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો છે. 
  • ટેક્સાસ ની અંદર બાર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જયારે ફ્લોરિડામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ બંને રાજ્યોએ હાલની પરિસ્થિતિનો જોઈને આ બંને રાજ્યોએ અર્થતંત્ર બંધ રાખવાનું નક્કી કર્યું છે.
  • આપણે ભારતની વાત કરીએ તો માર્ચ મહિના દરમિયાન કોરોનના કેસ આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાર બાદ ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. 
  • લોકડાઉન પૂરું થયા બાદ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં કોરોના ચેપનો આંકડો પાંચ લાખને વટાવી ગયો.
  • મળતી માહિતી મુજબ, ભારતમાં કોરોના વાયરસ ના કારણે દિલ્હી અને મુંબઈ સૌથી વધુ સંક્રમિત થયું છે. દિલ્હીમાં 80 હજારને વટાવી ગયો છે આંકડો. દિલ્હીમાં રોજ 2 હજારથી વધુ કેસ જોવા મળે છે. 
  • એક આંકડા મુજબ જુલાઈના અંત ભાગમાં દિલ્હીમાં 5 લાખ પર પહોંચી જશે એવો અહેવાલ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના નો આંકડો 1 લાખ 50 હજારને વટાવી ગયો છે. આમાં મુંબઈના 73747 કેસ છે.
  • મળતી માહિતી મુજબ, યુવાનો કોરોના વાયરસનો સૌથી વધુ સંવેદનશીલ છે. આ એક ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. 
  • હાલમાં મોટી સંખ્યામાં યુવાનો ને આનો ચેપ લાગ્યો છે. આનું એક કારણ એ પણ છે કે યુવાનો માસ્ક પહેર્યા વિના અને શારીરિક અંતરના પાલન વગર ઘરની બહાર નીકળી રહ્યા છે.