શ્રાવણ મહિના ની અંદર ભગવાન શિવ ની પૂજા કરવામાં આવે છે. ભારતમાં શ્રાવણ મહિના નું ખુબ જ મહત્વ છે. 6 જુલાઈ થી શ્રાવણ મહિનો શરૂ થાય છે. આ મહિના માં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો પર ભક્તોની ભીડ જોવા મળે છે.
અને દૂર-દૂર થી લોકો ભગવાન શિવના દર્શન કરવા આવે છે. પરંતુ હાલમાં ચાલી રહેલા કોરોના ના કારણે શિવના મંદિરે જવું સરળ નથી. આ મહામારીના કારણે આ વર્ષે 12 જ્યોતિલિંગો ને બંધ રાખવાની નક્કી કર્યું છે.
ફક્ત આ જ્યોતિર્લિંગની મુલાકાત લઈને જ તમે શિવની પૂજા કરી શકો છો.
અત્યાર સુધી માં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાળેશ્વર, ઉંકારેશ્વર, કાશી વિશ્વનાથ અને નાગેશ્વર મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મંદિર માં જતા પહેલા ભક્તો ને પોતાનું નામ નોંધાવવાનું રહેશે જેનું નામ નોંધાયેલું હશે તેને જ મંદિર માં પ્રવેશ મળશે.
જ્યારે મહારાષ્ટ્રના ચાર જ્યોતિર્લિંગ, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ અને ઘર્ણેશ્વર ભક્તો માટે બંધ રહેશે. આ મંદિરોની અંદર ફક્ત મંદિરના પૂજારી અને મંદિર સમિતિના સભ્યો પ્રવેશ મેળવશે.
જેઓ એ આ મંદિર માં દર્શન માટે જવું હોઈ તેને તે જ્યોતિર્લિંગની સત્તાવાર વેબસાઈટ પર જય ને નોંધણી કરાવી શકશે. નોંધણી પછી જે સમય આપવામાં આવશે એ સમય માં જ ભક્ત દર્શન કરી શકશે.
જેમની ઉમર 65 વર્ષ થી વધારે અને 10 વર્ષ થયો ઓછી હશે તેઓ મંદિર માં પ્રવેશ મળશે નહિ અને તેઓએ નોંધણી કરવી નહીં. હકીકત માં આ લોકોમાં કોરોના નું સૌથી વધુ જોખમ હોઈ છે. તેથી તેમને મુલાકાત મંજૂરી મળશે નહિ.
મંદિર ની મુલાકાત લેનાર ભક્તો એ માસ્ક પહેરી ને સામાજિક અંતર જાળવવાનું રહેશે. ભક્તો ને મંદિર માં બેશવા દેવામાં આવશે નહિ અને કઈ પણ સ્પર્શવા ની છૂટ આપવામાં આવશે નહિ.
કેદારનાથ માં કોરોના રોગચાળા દરમિયાન દર્શન શરૂ કર્યા નથી. ઉત્તરાખંડ માં ચારધામના પૂજારી અને સમિતિના ભક્તો એ મંદિર ખોલવાનું યોગ્ય લાગ્યું નથી. જેના કારણે આ મંદિર શ્રાવણ માં પણ બંધ રહેશે.
આ ઉપરાંત તમિલનાડુમાં રામેશ્વરમ મંદિર માં પણ હજી સુધી દર્શન ચાલુ કરાયા નથી. આવી માહિતી મળી રહી છે કે સાવન મહિના માં આ મંદિર ભક્તો માટે બંધ રહેશે.
સોમનાથ - બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન સોમનાથ ને આપવામાં આવે છે. માહિતી પ્રમાણે આ મંદિરની સ્થાપના ચંદ્ર દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે આ મંદિરનું નામ ચંદ્ર દેવના નામ પર થી નક્કી કરવામાં આવ્યું છે. આ મંદિરમા ભક્તો દેશ-વિદેશમાંથી દર્શન માટે આવે છે.
મલ્લિકાર્જુન - મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ મંદિરમાં પાર્વતીજીને મલિકા અને શિવજીને અર્જુન કહેવામાં આવે છે. આથી આ મંદિરનું નામ મલ્લિકાર્જુન રાખવામાં આવ્યું છે.
મહાકાળેશ્વર - મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં છે અને આ એક માત્ર જ દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. આ મંદિરની ભવ્યતા વિશ્વવિખ્યાત છે. આ મંદિરમા ભક્તો દેશ-વિદેશમાંથી દર્શન માટે આવે છે.
ઓમકારેશ્વર - ઓમકારેશ્વર મહાદેવની મંદિર મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પર્વતોથી ઘેરાયેલું છે. આ ટેકરીઓમાં વહેતી નદી નો આકાર પણ ૐ જેવો છે.
કેદારનાથ - આ મંદિરને શિવ અને પાર્વતી માનો વાસ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ મંદિર છ મહિના બંધ રહે છે.
ભીમાશંકર - ભીમાશંકર મહાદેવનું મંદિર મહારાષ્ટ્રના પુણે માં આવેલું છે. આ ખૂબ જ સુંદર મંદિર છે અને આ મંદિરની આસપાસનું હવામાન હંમેશાં સુખદ રહે છે. ભીમાશંકર મોટેશ્વર મહાદેવ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિરમા ભક્તો દેશ-વિદેશમાંથી દર્શન માટે આવે છે.
કાશી વિશ્વનાથ - કાશી વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ કાશી શહેરને ભગવાન શિવનું ઘર પણ કહેવામાં આવે છે.
ત્ર્યંબકેશ્વર - ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છે. આ મંદિરની પાસે બ્રહ્મગિરિ પર્વત પણ આવેલો છે.
વૈદ્યનાથ - વૈદ્યનાથ મહાદેવનું મંદિર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં છે. બંને રાજ્યો તેમના મંદિરને જ્યોતિર્લિંગ માને છે.
નાગેશ્વર - નાગેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતમાં દ્વારકામાં છે. આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અહીં શિવને સર્પના દેવ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરમા ભક્તો દેશ-વિદેશમાંથી દર્શન માટે આવે છે.
રામેશ્વરમ - રામેશ્વરમ મહાદેવનું મંદિર તામિલનાડુમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી.
ધ્રુણેશ્વર - ધ્રુણેશ્વર મહાદેવનું મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગને ઘુર્નેશ્વર અથવા ઘુશ્મેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે.
0 Comments