• સુશાંત સિંહ એ આત્મહત્યા કર્યાં પછી બૉલીવુડ માં ઘણા જ સવાલો ઉભા થયા છે. સુશાંત ના મૃત્યુ પછી લોકોએ બોલિવૂડ ને શન્કા ની નજર થી જોવાનું શરુ કર્યું છે. આજે બૉલીવુડ માં ઘણા જ મોટા સિતારાઓ શન્કા ના ડાયરા માં છે. 
  • મુંબઈ પોલીસ પણ સુશાંત ના કેસ ની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. સુશાંત ની નજીક ના દરેક વ્યક્તિની પુછપરછ કરી રહી છે.
  • પોલીસ ફક્ત એક જ સવાલ નો જવાબ શોધી રહી છે કે સુશાંતસિંહ શું કામ આત્મહત્યા કરી? ગઈકાલે રાત્રે સુશાંત ની ગલફ્રેડ રિયા ચક્રવતી ની પોલીસે અંદાજિત 11 કલાક સુધી પુછપરછ કરી હતી. 
  • તેની પાસે થી કંઈક પ્રૂફ મેળવવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવતી અને સુશાંત સિંહ છેલ્લા ઘણા વર્ષો થી લિવ ઈન રિલેશનશિપ માં રહેતા હતા. અને બંને લગ્ન કરવા પણ જઈ રહ્યા હતા.
  • પોલીસ સ્ટેશન માં 11 કલાક સુધી ચાલેલા સવાલો ના જવાબો આપ્યા હતા. આ ઉપરાંત, પોલીસે તેમના જીવનના લગતા પણ તમામ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. રિયા પોલીસ ના સવાલો થી ડરી ગઈ હતી. જે તે ચહેરા પાર સ્પષ્ટ દેખાતું હતું. 
  • પુછપરછ પૂર્ણ થયા બાદ રિયા જયારે બહાર આવી. ત્યારે મીડિયા એ પણ સવાલો પૂછ્યા હતા. જેના કોઈ પણ જવાબ આપ્યા ન હતા. તેનો ચેહરો ખુબ જ ડરી ગયેલો લાગતો હતો તથા બંને સાથ જોડીને ઉભી ઉભી ધ્રૂજતી હતી. તેના પિતા તેની સાથે જ હતા અને તે પણ કોઈ પ્રયુત્તર આપ્યો ન હતો.
  • રિયા એ પોલીસ ને શું જવાબ આપ્યા તે કોઈને ખબર નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પોલીસ મોટા પ્રોડક્શન હાઉસ નું પણ નિવેદન લેશે. એવું જાણવા મળ્યું છે કે રિયા સાથે પુછપરછ માં પોલીસ ને કંઈક પ્રૂફ મળ્યા છે.
  • પ્રાપ્ત થતી માહિતી પર થી જાણવા મળ્યું છે કે સુશાંત પર બૉલીવુડના કેટલાક મોટા પ્રોડક્શન દ્વારા પ્રતિબંધ મુક્યો હતો. આના લીધે તે ડિપ્રેશન માં જતો રહ્યો હતો. 
  • પરંતુ તેની નજીક રહેતા લોકો ના કહ્યા પ્રમાણે સુશાંત સાથે એવું કઈ જ નથી થયું. હા તેની પાસેથી 6-7 ફિલ્મો જતી રહી હતી પણ તેની પાસે ઘણું કામ હતું અને તેના લીધે તે ડિપ્રેશન માં ન હતો. 
  • પોલીસ કેટલાક પ્રોડક્શન હાઉસને સમન્સ મોકલી રહ્યું છે. તે બધાના પણ નિવેદનો પણ લેવામાં આવશે. ત્યારે જ ખબર પડી શકે છે કે સત્ય શું છે.
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, સુશાંત નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનો હતો. તેને પોતાના પરિવાર ને પણ આ માટે જાણ કરી હતી. પરંતુ તે છોકરી કોણ હતી તે અટકળો માં તે રિયા ચક્રવતી છે. આ અંગે રિયા એ લગ્ન વિષે પોલીસ ને શું કહ્યું એ હજી પણ કોઈને ખબર પડી નથી.