ભારતમાં કોરોના વાયરસ ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં થોડા દિવસોથી દરરોજના આશરે 10,000 જેટલા નવા કેસ જોવા મળી રહ્યા છે.
સંવાદાતાઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, સરકાર દ્વારા આ વાયરસ ને ફેલાતો અટકાવા માટે એક અગત્યની બેઠક યોજાણી હતી. આપણા વડા પ્રધાન વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતા. તે સમયે અમિત શાહે દિલ્હીની સ્થિતિ અંગે એક અગત્યની બેઠકો યોજી હતી.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર માં હાલમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 1,16,752 કોરોના કેસ થયા છે. અને 5,651 લોકોના આનાથી મોત નિપજ્યા છે. હાલમાં કેસની સંખ્યા 51,935 થઈ છે. તથા 59,166 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
તમિળનાડુ
તમિળનાડુ ની અંદર મહારાષ્ટ્ર પછી સૌથી વધી કેસ જોવા મળે છે. હાલમાં રાજ્યમાં 21,993 કેસ સક્રિય છે. અને 27,624 લોકોને રજા આપી દેવામાં આવી છે. જયારે આરોગ્ય મંત્રાલય જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 50,000 કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે. અને 576 લોકોના આનાથી મોત નિપજ્યા છે.
ગુજરાત
ગુજરાત ની અંદર અત્યાર સુધીમાં કુલ 25,093 કોરોના કેસ નોંધાયા છે. અને હાલમાં કેસની સંખ્યા 6103 થઈ છે. અને 17,430 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 1560 લોકો ના મોત થયા છે.
દિલ્હી
દિલ્હી ની અંદર પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 47,102 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 27,741 કેસ હાલમાં છે અને 1904 લોકોનાં મોત થયા છે. તથા 17,457 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
રાજસ્થાન
રાજસ્થાન માં આરોગ્ય મંત્રાલય જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 13,542 કોરોના કેસ થયા છે. જયારે હાલમાં 2,762 સક્રિય કેસ છે. અને 10,467 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તથા રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 313 લોકો ના મોત થયા છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ ની અંદર અત્યાર સુધીમાં કુલ 14,598 કોરોના કેસ નોંધાયા છે. જયારે હાલમાં 5,259 સક્રિય કેસ છે. અને 8,904 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તથા ઉત્તર પ્રદેશ માં અત્યાર સુધીમાં 435 લોકો ના મોત થયા છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ ની અંદર અત્યાર સુધીમાં કુલ 11,244 કોરોના કેસ નોંધાયા છે. જયારે હાલમાં 2,374 સક્રિય કેસ છે. જ્યારે 8,388 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તથા મધ્યપ્રદેશ માં અત્યાર સુધીમાં 482 લોકો ના મોત થયા છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ માં આરોગ્ય મંત્રાલય જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 12,300 કોરોના કેસ થયા છે. જયારે હાલમાં 5,261 સક્રિય કેસ છે. અને 6,533 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તથા પશ્ચિમ બંગાળ માં અત્યાર સુધીમાં 435 લોકો ના મોત થયા છે.
0 Comments