સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ચાહકો તથા ઘણા લોકોએ બોલિવૂડ પર રોષ ની લાગણી વ્યક્ત કરી હતી. અને બોલિવૂડ ઇન્ડુસટ્રી પર અનેક સવાલો પણ ઉત્પન્ન થયા હતા.
આ બાબતમાં અમુક લોકો પર બિહારમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે સલમાન ખાન પર સોશ્યિલ મીડિયા ના માધ્યમથી રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુશાંત સિંહ ના ચાહકો સલમાન પર સુશાંતની કારકિર્દી ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે.
હાલમાં આ પરિસ્થિતિની પર હવે સલમાન તેના ચાહકોને અપીલ કરે છે. કે હાલમાં આ મુશ્કેલીના સમયમાં સુશાંતના પરિવાર થતા તેના ચાહકો સાથે ઉભા રહો.
સલમાને સોશ્યિલ મીડિયા ના માધ્યમથી કહ્યું હતું કે મારી વિનંતી મારા ચાહકો તથા મારા ફ્રેન્ડ તરફથી આ વખતે હું સુશાંત સિંહ રાજપૂત ના ચાહકો સાથે ઉભો છું.
તથા તે એવું પણ કહે છે કે તેના ચાહકો જે ભાષા નો દુરૂપયોગ કરી રહ્યું છે તેના પર બોવ ધ્યાન નો આપો. સુશાંતના ચાહકો ની અંદર રહેલી ભાવનાઓ સમજો. સુશાંતના આત્મહત્યા ને કારણે તેના ચાહકો ને ખુબ જ તકલીફ પડી છે.
મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે સુશાંતના આત્મહત્યા પછી સોશિયલ મીડિયા ના માધ્યમથી સલમાને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
મળતી માહિતી મુજબ તમને જણાવીએ કે, સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર વિરુદ્ધ આઈપીસીની કલમ 107, 109, 299 અને 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છો. આ કેસ બિહારની સવર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વિદ્યાર્થી ના નેતા ભાગવત કુમાર શર્માએ દાખલ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત પર દબાણ લાવવામાં આવ્યું હતું. તેના લીધે સુશાંત સિંહ ને આત્મહત્યા કરવાનું પગલું ભરવું પડ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન ના રોજ આત્મહત્યા કરી લીધી છે. તથા 14 જૂન ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કાર માં બોલિવૂડ ની અનેક હસ્તીઓ આવી હતી.
તેના મુત્યુ બાદ તેની સાથે જોડાયેલી ઘણી માહિતીઓ બાહર આવી રહી છે. તેની બોલિવૂડ ની છેલ્લી ફિલ્મ છિછોરે હતી.જે 100 કરોડ ક્લબમાં સમાવેશ થાય છે.
તમને જણાવીએ કે, મુંબઈ પોલીસે આ કેસ અંગે હાઈપ્રોફાઇલ તપાસ ની માંગણી કરી છે. સુશાંત ની ગર્લ ફ્રેન્ડ ની પોલીસે પૂછપરછ કરી હતી. તથા પોલીસ આ કેસ સાથે જોડાયેલા પુરાવાઓ એકઠા કરવામાં લાગેલી છે.
0 Comments