ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ ની સારવારમાટે દવા આવી છે. અગત્યની વાત એ છે કે આ દવા ખુબજ સસ્તી છે જેથી દરેક લોકો તેનો લાભ લઈ શકે. આ દવા ની કિંમત છે આશરે 103 રેપિયા. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ કોરોના ના દર્દીઓની સારવાર માટે ફેવિપિરાવીર દવા રજૂ કરી છે. આ દવા ભારતની અંદર બનેલી છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માં આપણા દેશમાં કોરોનાને કારણે 12 હજાર 970 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની અંદર કોરોના ના કારણે 5893 લોકોના મોત થયા છે. જયારે દિલ્હીમાં 3137 નવા દર્દીઓ આવ્યા છે.
આ દવા, પહેલા દિવસે 1800 મિલિગ્રામની બે ડોઝ આપવામાં આવે છે. ત્યાર બાદ 800 મિલિગ્રામની બે ડોઝ 14 દિવસ સુધી આપવામાં આવે છે.
આ દવા ઝડપથી મળી રહે તે માટે સરકાર અને કંપની સાથે મળી ને કામ કરી રહી છે. આ દવા ની કિંમત ફિક્સ નક્કી કરવામાં આવી છે. આ દવાની કિંમત એક ટેબ્લેટના 103 રૂપિયા છે.
ફેવિપિવરિવ ડ્રગ ને કોરોનની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. કંપની ના મેનેજિંગ ડિરેક્ટર જણાવ્યા પ્રમાણે આ દવાને હાલમાં મંજૂરી આપવામાં આવી છે. આ સમયે ભારતમાં કોરોના વાયરસના ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સમયે દવાની ખુબ જ જરુરિયાત છે.
મુંબઈ ની આ કંપનીએ જણાવ્યું હતું કે આ દવાના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની ભારતીય ઔષધ મહાનિયંત્રક દ્વારા મંજૂરી મળી છે. અમે ઝડપથી આ દવા બનાવી રહ્યા છીએ. જેથી સરળતાથી મળી શકે.
આ ફાર્મ કંપનીએ જણાવ્યા મુજબ, આ દવા ડાયાબિટીઝ, હ્રદયરોગ તથા થોડો કોરોના નો ચેપ લાગ્યો હોય તે લોકોને આ દવા આપી શકાય છે.
આ દવા કોરોના વાયરસના હળવા ચેપથી પીડાતા દર્દીઓ પર ખૂબ જ સારું પરિણામ આપે છે. હાલમાં વધી રહેલા કેસ માટે આ અનુકૂળ વિકલ્પ છે.
0 Comments