• બૉલીવુડ અભિનેતા સુશાંત ની આત્મહત્યા પછી અભિનેત્રી કંગના રાનાઉત સતત તેના નિવેદનો ને લીધે ચર્ચા માં રહે છે. તાજેતર માં કંગના એ તેના ઇન્સ્ટા પર એક વિડીયો શેર કર્યો છે. 
  • આ વિડીયો માં અભિનેત્રી કહે છે સુશાંત ની આત્મહત્યા પછી ઘણી વાતો બહાર આવી છે. મેં ઘણા ઇન્ટરવ્યૂ વાંચ્યા છે. એક ઇન્ટરવ્યૂ માં તેના પિતા એ કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ માં તનાવ ને કારણે સુશાંત નારાજ હતો. તેની શરૂઆત અભિષેક કપૂરે કરી હતી. તાજેતર માં જ તેને સુશાંત સાથે એક ફિલ્મ કરી હતી.
  • લાંબા સમય થી તેની સાથે રહેલી તેની ગર્લફ્રેડ અંકિતા એ કહ્યું કે તે સમાજ નું અપમાન અને બેઈજ્જત સહન કરી શક્યો નથી. હવે હું તમને જાણવું કે કેવી રીતે મુવી માફિયા એ ઘોષણા કર્યા વગર તેને થોડો થોડો કરી તોડી પાડ્યો હતો. 
  • જયારે કોઈ ના વિષે ખોટું લખવું હોઈ ત્યારે એનું નામ લેવામાં આવતું નથી. ત્યારે ફક્ત તેના ચહેરા નું વર્ણન કરી કહેવામાં આવે છે. જેમ કે મારા વિષે કંઈક લખવું હોઈ તો એવી રીતે લખીશ કે જેના વાંકડિયા વાળ છે મનાલીના છે. 
  • આમ કરવાથી કોઈ તમારા પર કોઈ કાર્યવાહી કરી શકશે નહિ કારણકે લખાણ માં કોઈ નું નામ નથી.
  • આ જ રીતે સુશાંત વિષે સમાચારો લખાયા હતા કે તે એક ટ્રક ડ્રાઈવર હોય તેવું લાગે છે. તે પોતાના જ ગીત સાંભળે છે તે સ્વાર્થી છે. એક પાર્ટી માં સ્કોચ નો ગ્લાસ તેના ડિરેક્ટર ના માથા પર માર્યો. તે મીટું ના કારણે જેલ માં જય શકે છે.
  • કંગના એ કહ્યું કે આવું જુઠાણું મીડિયા દ્વારા ફેલાવવા માં આવે છે. આ પત્રકારો મુવી માફિયાઓ ના જ માણસો હોય છે. મારી સાથે પણ આવા બનાવ બન્યા છે. 
  • જયારે મેં તેમનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આ મુવી માફિયા એ 4 લોકો ની ગેંગ બનાવી અને મારી ફિલ્મ ફ્લોપ કરવવાની શરૂવાત કરી. લગભગ 3000 જેટલા પત્રકારો એ ભેગા થઇ મને પરેશાન કરી હતી.
  • કંગના એ સુશાંત ની મોત અંગે વિડિઓ બનાવી ને મુવી ઈન્ડસ્ટ્રીમાં માં ચાલતા નેપોટિઝમ નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પહેલા પણ કંગના એ નેપોટિઝમ ની મુદ્દો ઉઠાવ્યો હતો. 
  • તેને કરણ જોહર પર સીધો જ આરોપ લગાવ્યો હતો અને આ મુદ્દા ને ક્યારેય શાંત થવા પણ દીધો નથી. આ અગાવ પણ તે દાવો કરે છે. સુશાંત ના આત્મહત્યા પરબોલિવૂડ ને જવાબદાર ગણાવતી હતી.