વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ મુદ્દે કઈ જ બોલતા ના હતા કારણકે આ મામલો સર્વોચ્ચ અદાલત માં ચાલી રહયો હતો. તેનો ચુકાદો આવ્યો ન હતો. પરંતુ તે હવે અયોધ્યા માં યોજાનારા ભુમીપુજન સમારોહ માં ભાગ લઈ શકે છે. એવી માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ, રામ મંદિર નું ભુમીપુજન જુલાઈ ના પ્રથમ અઠવાડિયામાં યોજાય તેવી સંભાવના છે. જાણવા મળ્યું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જરૂરી વિધિ કરવા માટે અયોધ્યામાં વવ્યક્તિગત રૂપે હાજર રહશે.
વિશ્વ હિન્દૂ પરિષદ ના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ આદોલન સાથે સંકળાયેલા ચંપત રાય ભુમીપુજન માં જોડાવા માટે વડાપ્રધાન ને વિનંતી કરી હતી.
વડાપ્રધાન આ માટે તૈયાર થયા હતા. પરંતુ હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના કારણે સામાજિક અંતર રાખવાના નિયમ ને ધ્યાન માં લઇ તે ફક્ત વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે.
સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદિત સ્થળ નો ચુકાદો રામલાલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો અને વર્ષો જૂનો વિવાદ સમાપ્ત કર્યો.
રામ મંદિર નિર્માણ માટે જવાબદાર કમિટી એવું ઈચ્છે છે કે ભુમીપુજન 15 જુલાઈ પહેલા થવું જોઈએ.15 જુલાઈ પછી જમીન ની પૂજા કરવી શુભ રહેશે નહિ. અયોધ્યા માં ભૂમિ લેવલીંગ અને બીજા બધા કામ ઝડપ થી ચાલી રહ્યા છે.
વડાપ્રધાન ને ભુમીપુજન ના ઉત્સવ પર ઉપસ્થિત લોકો ને સંબોધન આપવા વિંનતી કરી છે. જો કે સામાજિક અંતર ના કાયદા ને કારણે ઓછા લોકો સાથે એકત્રિકરણ કરવા ના છે અને કાર્યક્રમ નાના પાયે કરવામાં આવશે.
કોરોના વાયરસ ને કારણે હાલમાં જગન્નાથ પુરી ની રથ યાત્રા પર પણ પ્રતિબંધ મુક્યો છે. એવા પણ સૂચનો હતા કે હવામાન માં થતા ફેરફાર અને ઉત્તરપ્રદેશ માં ભારે ગરમી અને તોફાની આગાહી ને ધ્યાન માં રાખી ને કાર્યક્રમ મોકૂફ રાખવો જોઈએ. પરંતુ આ કાર્યક્રમ પહેલાથી જ ઘણો મોડો થઇ રહ્યો છે
0 Comments