બોલિવૂડ ના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં ડિપ્રેસન ના કારણે આત્મહત્યા કરી લીધી છે. તેમની ઉંમર 34 વર્ષ ની છે. સુશાંત સિંહ ના મોતના અહેવાલથી બોલિવૂડ ના ઘણા સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા ના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું.
સુશાંત સિંહે કંઈ પણ બોલ્યા વિના આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. ચાહકો અને બોલિવૂડ ના લોકો સવાલો વચ્ચે ધેરાયેલા છે.
બધા ના મનમાં એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. તેની પાસે કઈ વસ્તુની કમી હતી? તેની પાસે નામ, કુટુંબ, મિત્રો, પૈસા બધું જ હતું.
મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ સુશાંત સિંહ નવેમ્બર માં તે લગ્ન કરવાનો હતો. તેના કારણે તે ખુશ પણ હતો. આ બધા ની વચ્ચે ક્યાં કારણે તેણે આવું પગલું ભર્યું. આ બધાની વચ્ચે તે 6 મહિનાથી ડિપ્રેસન માં હતો.
સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા 6 મહિનામાં લગભગ 7 ફિલ્મો માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક મોટો સ્ટાર હોવા છતાં તેની સાથે સામાન્ય લોકો જેવું વર્તન કરતા હતા. આ ઉપરાંત, કોઈ પણ ફિલ્મ ની સ્ટાર પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવતું ન હતું.
સુશાંતના ગયા પછી તેના ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે તેને આત્મહત્યા કરવા બદલ કરણ જોહર, આલિયા ભટ્ટ અને સોનમ કપૂર જેવા સ્ટાર્સ જવાબદાર છે.
ઘણી બધી વાર આવા લોકો સુશાંતની રાષ્ટ્રીય ટીવી પર મજાક ઉડાવતા હતા. આ બધું જોતા લોકો આ તમામ ખાનની ફિલ્મોનો પણ બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે અભિનેત્રી જિયા ખાનની માતાએ પણ સલમાન ખાન પર એક ગંભીર આરોપો લગાવ્યા છે. તેની માતા રબિયા આમીએ ટ્વિટના માધ્યમથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંત સિંહના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું, તો બીજી બાજુ સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો.
અગત્યની વાત આ છે, કે આ પહેલા અભિનવ કોહલીએ પણ સલમાન ખાન તથા તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે.
રબિયા આમીએ કહ્યું હતું કે આ બધું જે થઈ રહ્યું છે તે મને જૂની યાદો તાજી કરે છે. આ વાત 2015 ની છે.
પોતાની પુત્રી જિયા ખાન ના આત્મહત્યા ના કારણે હું સીબીઆઈ અધિકારી ને મળી ત્યારે તમને મને જણાવ્યું હતું કે મને સલમાન સાહેબનો ફોન આવ્યો છે. આ ઉપરાંત તે મને રોજ બોલાવે છે. અને પૈસાની વાતો કરે છે. એવું કહેવામાં આવે છે કે છોકરાની પૂછપરછ ના કરો. અમે શું કરી શકીએ મેડમ.
આ મામલે અમે ઉચ્ચ સ્તરના અધિકારીઓ પાસે ગયા હતા પણ કઈ થયું નહીં. તમને આ પણ કહ્યું હતું કે બોલિવૂડ માં ચાલી રહેલું આ વાતાવરણ ચેન્જ કરવાની જરૂર છે.
સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, તમને જણાવ્યે કે 3 જૂન 2013 ના રોજ જિયા ખાને પણ આત્મહત્યા કરી હતી. તે સમયે જીયા ખાન અને આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી વચ્ચેના સંબંધો ના કારણે જિયાએ આત્મહત્યા કરી હતી.
આ વિવાદને કારણે સૂરજ ને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ આ સમયે સૂરજ ને સલમાન નો પૂરો સહયોગ મળ્યો હતો. રબિયા આમી આ પ્રકારે સલમાન પર ગંભીર આરોપ આરોપ લાગ્યો હતો.
0 Comments