બૉલીવુડ ના સ્ટાર સુશાંત સિંહ 14 જૂન ના રોજ આત્મહત્યા કરી લીધી. આ પહેલા તેમની મેનેજર દિશા સલિયન 14 માં માળે થી કૂદી ને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે દિશા સલિયન જયારે આત્મહત્યા કરી તે દરમિયાન નશા ની હાલત માં જોવા મળી હતી.
રિપોર્ટ્સનું કહ્યા પ્રમાણે દિશા સલિયન નું મોત નશા ના કારણે નહીં બારીમાંથી પાડવાના કારણે થયું હતું. દિશા ના મોત પર પોલીસ હવે તેની તપાસ કરી રહ્યું છે. દિશા પહેલા પણ બૉલીવુડ માં ઘણા સ્ટાર આ રીતે રહસ્યમય હાલત માં મૃત્યુ પામ્યા છે. આજે આપણે જાણીયે તેના વિશે.
શ્રીદેવી
24 ફેબ્રુઆરી 2018 ના રોજ અચાનક શ્રીદેવી ના મૃત્યુ ના સમાચાર આવ્યા હતા. ત્યારે શ્રીદેવી ના ચાહકો માં દુઃખ નું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીદેવી લગ્ન સમારોહ માં ભાગ લેવા દુબઇ ગઈ હતી. ત્યારે તેમનો શવ બાથટબ માં મળ્યો હતો. જે એક દમ અવિશ્વસનીય લાગ્યું કે કોઈ બાથટબ માં ડૂબી ને કઈ રીતે મરી શકે? શ્રીદેવી ના પતિ બોની કપૂર પણ શંકા ના દાયરા માં હતા. પરંતુ પોલીસ તપાસ દરમિયાન બોની કપૂર ને ક્લીન ચિટ મળી હતી અને સ્પષ્ટ થયું હતું કે શ્રીદેવી નું મોત આકસ્મિક ડૂબવાના કારણે થયું હતું.
ઝિયા ખાન
પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી જિયા ખાને પોતાના ફ્લેટ માં આત્મહત્યા કરી લીધી હતી. જીયા ખાન ની માતા એ તેના બોયફ્રેન્ડ સુરજ પંચોલી પર જીયા ના મોત નો આરોપ લગાવ્યો હતો. જીયા ના ચાહકો એ પણ તેના બોયફ્રેન્ડ પર હત્યા નો આરોપ લગાવ્યો હતો. હજી પણ જીયા ખાન એ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઇ હતી. તે રહસ્ય અકબન્ધ છે. આ રહસ્યો નો ઉકેલ ક્યારે આવશે કોઈ ને ખબર નથી.
દિવ્ય ભારતી
દિવ્ય ભરતી નું રહસ્યમય નિધન થયું હતું. દિવ્યા 19 વર્ષ ની ઉમર માં પાંચમા મળે થી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દિવ્યા નશો કરેલી હાલત માં રાત્રે પાંચમા માળે થી પડી જવાથી મોત નીપજ્યું હતું. પરંતુ દિવ્યા ના ચાહકો આજે પણ તેના પતિ સાજિદ નડિયાદવાલાની પૂછપરછ કરે છે.
પ્રત્યુષા બેનર્જી
1 એપ્રિલ 2016 ના રોજ બાલિકા વધુ સિરિયલ માં આનંદી ની ભૂમિકા કરનાર પ્રત્યુષા બેનર્જી ની લાશ તેના ફ્લેટ માં મળી હતી. તમને જણાવી દઈએ કે, પ્રત્યુષાના મિત્રો તથા તેના માતા પિતા તેના મૃત્યુ માટે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ ને દોષી ગણાવે છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે પ્રત્યુષાનું મોત શ્વાસની તકલીફ ના કારણે થયું હતું.
પરવીન બાબી
22 જાન્યુઆરી 2005 ના રોજ ભૂતકાળ ની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી ની લાશ મુંબઈ માં તેના ફ્લેટ માં મળી હતી. પરવીન બોબી ના મોત પર અનેક સવાલો ઉત્પન્ન થયા હતા.
પરંતુ પોસ્ટ મોર્ટમ માં જાણવા મળ્યું કે તેનું મોત ભૂખ ના કારણે થયું હતું. તેને ગેંગ્રેન અને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારી હતી.
0 Comments