સુશાંતસિંહ રાજપૂત ના આપઘાતથી બોલિવૂડ માં નવા નવા વળાંક આવતા જાય છે. આ મામલો ઝડપથી વેગ પકડી રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર લોકો કહે છે કે આ આત્મહત્યા હત્યા નથી.
પોસમાર્ટમમાં એવો ખુલાસો થયો છે કે ડિપ્રેશન ના કારણે તેને આત્મહત્યા કરી લીધી છે. આથી આખા બોલિવૂડમાં હંગામો મચી ગયો છે.
સુશાંતની આત્મહત્યા વિશે પણ નેપોટિઝમ કહેવામાં આવી રહ્યું છે. સુશાંત ના આત્મહત્યા કેસમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન, એકતા કપૂર સહિત 8 લોકો વિરુદ્ધ બિહારની મુઝફ્ફરપુર કોર્ટમાં એક કેસ નોંધવામાં આવ્યો છે.
IPC કલમ હેઠળ સલમાન ખાન જેવા અનેક સ્ટાર પર કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસ વકીલ સુધીર કુમાર ઓઝા કર્યો છે.
સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, મુઝફ્ફરપુર કોર્ટમાં આત્મહત્યાના કેસમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકો વિરુદ્ધ કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ દાખલ થયો છે.
વકીલ સુધીર કુમાર ઓઝા કહ્યા મુજબ, ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતને લગભગ સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમની કેટલીક ફિલ્મો રજૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિના કારણે તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું.
તમને જણાવી દઈએ કે રવિવારના રોજ સુશાંતસિંહે પોતાના ફ્લેટ ની અંદર આત્મહત્યા કરી લીધી છે. આ બાદ બી-ટાઉન માં સવાલોનું માતમ છવાઈ ગયું છે.
હાલમાં બધાના મનમાં એક જ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સુશાંતસિંહે એવું કેમ કર્યું? કોના લીધે એવું પગલું ભર્યું. કોને એવું કરવા માટે મજબુર કર્યો. હાલમાં બધા લોકો તેની આત્મહત્યાનું કારણ જલવા માંગે છે.
0 Comments